AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ત્રણ વર્ષની ઉંમરના બાળકોને પ્રિ-સ્કૂલમાં મોકલવા ગેરકાયદેઃ ગુજરાત હાઈ કોર્ટ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે તેના એક નિર્ણયમાં ભારતીય માતા-પિતાને ફટકાર લગાવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ત્રણ વર્ષની ઉંમર બાળકોને પ્રિસ્કુલ જવા માટે દબાણ કરવું એ માતાપિતા દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર કૃત્ય ગણવામાં આવશે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે માતા-પિતા દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દેતા બાળકોને કિન્ડરગાર્ડનમાં વહેલા મોકલવાના આગ્રહ સામે આ ટિપ્પણી કરી હતી.

વાલીઓ તેમના બાળકોને 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષના ન હોવા છતાં તેમને ધોરણ 1માં પ્રવેશની માંગ કરી રહ્યા હતા, જ્યારે સંશોધિત શિક્ષણ અધિકાર અધિનિયમ અને નવી શિક્ષણ નીતિ હેઠળ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે શાળામાં બાળકોની પ્રવેશની લઘુત્તમ વય 6 વર્ષ છે. આને લગતી અરજીને હાઈકોર્ટે ગયા મહિને ફગાવી દીધી હતી, પરંતુ તેને લગતા આદેશની નકલ તાજેતરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

અરજીકર્તા માતા-પિતા દલીલ કરી રહ્યા હતા કે તેમના બાળકોને ત્રણ વર્ષની ઉંમર પહેલા પ્રિ-સ્કૂલમાં મોકલવામાં આવ્યા હોવાથી અને તેઓએ ત્યાં ત્રણ વર્ષ વિતાવ્યા હોવાથી, તેમને લઘુત્તમ વયના નિયમમાં થોડી છૂટછાટ આપવી જોઈએ અને ધોરણ 1 માં પ્રવેશ આપવો જોઈએ. જો કે બેન્ચે તેમની દલીલને ફગાવી દેતાં કહ્યું હતું કે બાળકોને ત્રણ વર્ષની ઉંમર થાય તે પહેલાં શાળામાં જવાની ફરજ પાડવી એ અરજદાર માતા-પિતા તરફથી ગેરકાયદેસર કૃત્ય છે. કોર્ટે કહ્યું હતું કે બાળકો શાળા માટે તૈયાર છે કારણ કે તેઓએ પ્રિૃસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે તે દલીલ બિલકુલ યોગ્ય નથી.

આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે જે બાળકોના માતા-પિતા 1 જૂન, 2023 ના રોજ તેમના બાળકોના 6 વર્ષ પૂર્ણ કરવાના નિયમને પૂર્ણ કરી શક્યા ન હોય તેવા બાળકોને કોઈપણ પ્રકારની છૂટ આપી શકાય નહીં, કારણ કે તે RTE અધિનિયમ 2012ના આદેશનું ઉલ્લંઘન કરવા માટે દોષી બને છે,

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button