AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ઢોંગી તાંત્રિકે સંતાન પ્રાપ્તિની વિધિના બહાને મહિલાનો વિશ્વાસ જીત્યોને બાદમાં આચર્યું દુષ્કર્મ

અમદાવાદ શહેરમાંથી ચેતવણીરૂપ કિસ્સોસામે આવ્યો છે. અમદાવાદમાં એક મહિલાને સંતાન પ્રાપ્તિની લાલચ આપીને ઢોંગી તાંત્રિકે કર્યું શરમનાક કૃત્ય. મળતા અહેવાલ પ્રમાણે સંતાન પ્રાપ્તિનિ વિધિ કરવાના બહાને મહિલાનો પહેલા વિશ્વાસ જીત્યો ત્યાર બાદ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મહિલાને દાહોદના ફતેપુરા લઇ ગયો હતો. જ્યાં મહિલા પર તાંત્રિક વિધિ કરી હતી અને મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરક સંબધ બાંધ્યો હતો.

મહિલા સમગ્ર બનાવથી ગભરાઇ ગઈ હતી,અને તાત્કાલિક અમદાવાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી હતી. ફરીયાદને આધારે પોલીસે આરોપી દિલદારમીયાની ધરપકડ કર્યા બાદ મુખ્ય આરોપી તાંત્રિક મૂકેશ ગરાસીયાની પણ ધરપકડ કરી છે. આરોપીએ તાંત્રિક વિધિથી સંતાન પ્રાપ્તિ કરાવા બદલ રૂ. 2 લાખની માંગણી કરી હતી. તેમજ આરોપીની પૂછપરછમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.

[wptube id="1252022"]
Back to top button