AHMEDABADGANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્સીયલ સ્કૂલ તથા રક્ષા શક્તિ સ્કૂલ યોજનાનો ભારે વિરોધ

આગામી નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્સીયલ સ્કૂલ તથા રક્ષા શક્તિ સ્કૂલ યોજનાનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે સરકારના આ પોજેક્ટને લઈને રાજ્યના શાળા સંચલાક શિક્ષણ સંઘ દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ યોજનાને લઈને શિક્ષકોની  મુંઝવણો અને આવનાર સમસ્યાઓ અંગે રાજ્યના શિક્ષણ વિભાગે એક કમિટીની રચના કરી છે. અદાજીત 28 સભ્યોની સમિતિ બનાવી છે.

સમિતિના અધ્યક્ષ તરીકે શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહને જવાબદારી સોંપવામાં આવી છે. બુધવારે આ કમિટીની બેઠક મળશે ,જેમાં ગુજરાતના તમામ શિક્ષક સંઘો, સંચાલક મંડળો ના હોદેદારો અને  શિક્ષણ વિભાગ ના અધિકારીઓની હાજરીમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અનુસંધાને ખૂબ જ વિગતવાર ચર્ચાઓ કરવામા કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button