HALOLPANCHMAHAL

જાંબુઘોડાના ઝબાણ ગામ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલે 6 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિત 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે SMCએ એક ખેપીયાને ઝડપી પાડ્યો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨.૧૨.૨૦૨૩

હાલોલ તાલુકાના ચાંચડીયા ગામના કુખ્યાત બુટલેગર હિતેશ પરમાર ઉર્ફે જાડો એ મધ્યપ્રદેશ થી મંગાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને જાંબુઘોડા ના જબાણ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યો હતો.વ્હાઇટ ફોર્ચ્યુનર માં લાવવામાં આવી રહેલા 06 લાખ રૂપિયા થી વધુ ના દારૂ સાથે ઝડપાયેલા ડ્રાઈવર ની પૂછપરછ કરતા હાલોલ તાલુકાના ચાંચડિયા ગામે રહેતા કુખ્યાત બુટલેગર દ્વારા આ દારૂ નો જથ્થો મંગાવ્યો હોવાનું અને દિવાળી પહેલા આ રીતે ત્રણ ખેપ મારી દારૂ લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે બુટલેગર જાડો સહિત પાંચ સામે ગુન્હો નોંધી 16 લાખ 40 હજાર નો મુદામાલ કબજે કર્યો હતો.હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં મોટાપાયે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ નું કટિંગ કરતા કુખ્યાત બુટલેગર હિતેશ પરમાર ઉર્ફે જાડા એ મધ્યપ્રદેશ ના જગ્ગુ અને ભયું નામના સપ્લાયરો પાસે થી વિદેશી દારૂ નો જથ્થો મંગાવ્યો હતો.અંકેલશ્વર ના ડ્રાઈવર મહેન્દ્ર જયંતીભાઈ પરમાર ઉર્ફે લાલો કે જે કવાટ અને મધ્યપ્રદેશની સરહદ ઉપરથી દારૂનો જથ્થો લઈ આવી રહ્યો હતો ત્યારે જાંબુઘોડા ના ઝબાણ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે ઝડપાઈ ગયો હતો.મધ્યપ્રદેશના દારૂ સપ્લાય કરતા જગ્ગુ અને ભયુ નામના ઇસમો સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડીમાં વિદેશી દારૂની 6,240 બોટલ ભરીને કવાંટ સુધી આવ્યા હતા.ત્યાં થી ફોર્ચ્યુનર ગાડી મહેન્દ્ર જયંતીભાઈ પરમાર ને સોંપવામાં આવી હતી.જ્યારે જગ્ગુ અને ભયું નામના સપ્લાયર નંબર વગરની કાળા કલરની ક્રેટા ગાડીમાં દારૂ ભરેલી ગાડીનું પાયલોટીંગ કરીને બોડેલી સુધી આવ્યા હતા.સ્ટેટ મોનિટરિંગ સેલ ને બાતમી મળી હતી કે સફેદ કલરની ફોર્ચ્યૂનર GJ -05 -JA -9240 માં હાલોલ ના ચાંચડિયા ગામેં રહેતો બુટલેગર હિતેશ પરમાર ઉર્ફે જાડા નો વિદેશી દારૂ ની ખેપ વાગવાની છે.જે બાતમીનાં આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે બે પંચ સાથે અમદાવાદ થી નીકળી વડોદરા, હાલોલ અને શિવરાજપુર સુધી પહોંચ્યા હતા અને ત્યાં થી જાંબુઘોડા ના ઝબાણ પાસે વોચ ગોઠવી એક કોન્સ્ટેબલ ને આગળ જાંબુઘોડા મોકલી ગાડી ની વોચ રખાવી હતી.જ્યારે કવાંટ થી બોડેલી સુધી પાયલોટિંગ સાથે દારૂનો જથ્થો લઈ પહોંચેલી ફોર્ચ્યુનર ગાડી લઈ નીકળેલા અંકલેશ્વર ના ડ્રાઇવરે ગાડી જાંબુઘોડા પસાર કરતા ત્યાં ઉભેલા કોન્સ્ટેબલે ઝબાણ ઉભેલી ટીમ ને ગાડી પસાર થયા ની જાણ કરતા ત્યાં તમામ વાહનો અટકાવી રોડ બ્લોક કરવામાં આવ્યો હતો અને બાતમી વાળી ગાડી આવી પહોચતા તેને કોર્ડન કરી ડ્રાઈવર ને બહાર આવવા જણાવવા છતાં ન આવતા ગાડી ના આગળ ના કાચ ઉપર લાકડી મારતા કાચ તૂટ્યો હતો.ગાડી માં ‘ગોઆ સ્પિરિટ ઓફ સ્મૂધનેશ વ્હિસ્કી’ ના 180 ML ની 6,240 બોટલ મળી આવતા એસએમસી એ જાંબુઘોડા પોલીસ ને સ્થળ ઉપર બોલાવી કાર્યવાહી કરી હતી. પોલીસ ને પકડાયેલા ડ્રાઈવર પાસે થી મળેલી વિગતો મુજબ આ વિદેશી દારૂ હાલોલ ના ચાંચડિયા ગામના કુખ્યાત બુટલેગર હિતેશ પરમાર ઉર્ફે જાડો અને ગોધરા ના મીરપ ગામ ના જશું પટેલે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. અને આ જથ્થો અને ગાડી મધ્ય પ્રદેશ થી કવાંટ સુધી જગ્ગુ અને ભયું નામના ઈસમો લાવ્યા હતા અને ત્યાંથી આ ગાડી તે લઈ ને નીકળ્યો હતો અને ગાડી ને પાવાગઢ સર્કલ સુધી લાવવાની હતી. અને સર્કલ ઉપર ગાડી સાઈડ માં મૂકી ચાવી ડેશબોર્ડ ઉપર રાખી ત્યાં ઉભા રહેવાનું હતું. ત્યાંથી બુટલેગર હિતેશ ઉર્ફે જાડા નો માણસ આવી ગાડી લઈ જવાનો હોવાની કેફિયત રજૂ કરતા પોલીસે દારૂ નો જથ્થો મોકલનાર મધ્ય પ્રદેશ ના બે ઈસમો અને દારૂ મંગવાનાર બે બુટલેગરો સહિત ડ્રાઈવર સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.અંકેલશ્વર ના ડ્રાઈવર ને આ કામ માટે 500/- મળતા હોવાનું જણાવતા નજીક ના દિવસો માં દિવાળી સમયે આ રીતે ત્રણ ખેપ મારી હતી અને ત્રણે ખેપ માં ગાડી પાવાગઢ સર્કલ પાસે મૂકી હોવાનું પણ જણાવ્યું છે. હાલ પોલીસે 06 લાખ 24 હજાર રૂપિયા નો વિદેશી દારૂ સહિત બે મોબાઈલ, રોકડ રકમ અને ગાડી મળી 16 લાખ 39 હજાર રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી પોલીસ પકડ થી બહાર રહેલા આરોપીઓ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

[wptube id="1252022"]
Back to top button