
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદામાં સમન્વય ગ્રુપ વાંસદા અને લાયન્સ ક્લબ, વાંસદા, ગ્રામ પંચાયત, વાંસદાના સંયુક્ત ઉપક્રમે હિમાલય ઋષિકેશના અવધૂતમાર્ગના ડો. યોગી સ્વામી અરુણાનંદજી મુનિનો” સંપૂર્ણ આરોગ્ય સંવર્ધન કાર્યક્રમ” જલારામ હોલ, વાંસદા ખાતે આવતીકાલે ૨૨ મીએ યોજાશે
એક કલાકના શરૂના કાર્યક્રમમાં માનવ શરીરનો પરિચય અને ઉચ્ચારાત્મક યોગી ક્રિયાઓ બતાવવામાં આવશે. જેથી રોગ હોય તે દૂર થાય અને ન હોય તો થશે નહિ. શારીરિક તંદુરસ્તી બની રહે. ફીટનેશ બની રહે. આજની જીવનશૈલી આધારીત રોગ સામે રોગપ્રતિકાર શક્તિ વધે, પોઝિટિવીતા વધે તે રીતનું પ્રેક્ટીકલ સાથે માર્ગદર્શન કરશે. તેમજ ઉપસ્થિત તમામ ૩૦૦૦ લોકો સુધી કેન્સર વિરોધી દવા વિના મુલ્યે પીવડાવવામાં આવશે.
આયોજકશ્રી દ્રારા ફકત નોંધાયેલ ૩૦થી વધુમાં વધુ ૫૦ વ્યક્તિને આપેલ નંબર પ્રમાણે વ્યક્તિગત ચેક કરી માર્ગદર્શન કરાશે. ડો. રીપોર્ટ સાથે રાખશો. લાભાર્થીએ ૫ થી ૫ મિનિટના ચિકિત્સા, માર્ગદર્શન, પરેજીનો વિડીયો બનાવી લેવો અથવા નોંધ કરી લેવી. જેથી કોઈ પોંઈટ બાકી ન રહે, ધરે સાચી રીતે યોગીકક્રિયા કરી શકાય. સાચો સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરી શકો.





