AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

‘આપ’ દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં ઘ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદન કર્યું.

ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા અને તિરંગા સભાનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાતના દરેક જિલ્લામાં ‘આપ’ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી.

જેમણે આપણા દેશને આઝાદ કરાવવા માટે બલિદાન આપ્યું, એમના સપનાનું ભારત બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહેવું પડશે: ઇસુદાન ગઢવી

દેશના સૈનિકો દેશની બહારની તાકાતો સાથે લડી રહ્યા છે તો આપણી પણ ફરજ છે કે આપણે પણ દેશના સૈનિકો બનીને દેશની અંદરની સમસ્યાઓનું સમાધાન લાવવું પડશે: ઇસુદાન ગઢવી

અમદાવાદ

આઝાદીની 76મી વર્ષગાંઠ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. ઇસુદાન ગઢવીની સાથે પ્રદેશ કાર્યાલય ખાતે સેંકડો કાર્યકરો પણ હાજર રહ્યા હતા. ત્યાં હાજર રહેલ તમામ લોકોએ રાષ્ટ્રગીત ગાયું અને ભારત માતાની જયના નારા લગાવ્યા. આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ ભારતને વિશ્વમાં નંબર વન બનાવવાનો સંકલ્પ લીધો હતો.

આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ તિરંગા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇસુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ લીગલ સેલ અધ્યક્ષ પ્રણવ ઠક્કર, ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, અમદાવાદ શહેર પ્રમુખ બિપિન પટેલ, હાઇકોર્ટ લીગલ સેલ પ્રેસિડેન્ટ ઓમ કોટવાલ, અમદાવાદ શહેર લીગલ પ્રમુખ નાગેન્દ્ર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જનતાને સંબોધિત કરતા જણાવ્યું કે, આપણા દેશને આઝાદ કરવામાં અનેક લોકોએ અને મહાપુરુષોએ પોતાનું બલિદાન આપ્યું છે. આજે આપણે એમના સપનાનું ભારત બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહેવું પડશે. આજે દેશમાં જે જે પણ સમસ્યાઓ છે તેની સામે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલથી લઈને તમામ કાર્યકર્તાઓ એક થઈને એ સમસ્યાઓના નિરાકરણ માટે મહેનત કરી રહ્યા છે. આપણે સૌએ આપણા દેશને નંબર વન દેશ બનાવવા માટે વધુ મહેનત કરવી પડશે. દેશના સૈનિકો દેશની બહારની તાકાતો સાથે લડી રહ્યા છે તો આપણી પણ ફરજ છે કે આપણે પણ દેશના સૈનિકો બનીને દેશની અંદરની સમસ્યાઓનું સમાધાન લાવવું પડશે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને આ કામ કરીને બતાવીશું.

આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ધારિત સમયે ઘ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના હાથમાં ભારત દેશની શાન એટલે કે રાષ્ટ્રધ્વજ લઈને દરેક જિલ્લામાં ‘ભારત માતા કી જય’ ના નારા સાથે આઝાદીની 76મી વર્ષગાંઠના ઉત્સવમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ની આ તિરંગા યાત્રા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભરૂચ, જૂનાગઠ, ભુજ સહિત ગુજરાતના તમામ જિલ્લામાં નીકાળવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે શહેરના સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button