અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પરંપરાગત પ્રારંભ : શહેરીજનો ભક્તો દર્શન કરવા ઉમટ્યા

રિપોર્ટર : ગિરીશ રાવળ અમદાવાદ
અમદાવાદ ના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે આવનાર અષાઢી બીજ ના દિવસે જગતના નાથ ભકતો ને દ્વારે દર્શન આપવા નરગચર્યા પર નીકળશે તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે 4 જુને રવિવાર ના રોજ પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ નિમિત્તે આજે જળયાત્રા નીકળી છે, જેને લઈને પણ મંદિરે પરંપરાગત તમામ તૈયારીઓ સાથે નિજ મંદિરથી નીકળી સોમનાથ ભૂદરના આરા સુધી પહોંચી આ જળયાત્રામાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવે છે અને તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે.

આ જળયાત્રામાં પણ બળદગાડા, ધજાઓ, 108 કળશ અને યાત્રાનું સૌથી મોટું આકર્ષણ ગજરાજ, ઉપરાંત ભગવાનના ભજનો, સંતો મહંતો અને ભક્તોની હાજરીમાં જળપુજન કરવામાં આવે છે. આ સમગ્ર વિધિ મંદિરના મહંત દિલીપદાસજી, ધારાસભ્યો, ગૃહરાજ્ય મંત્રી સહિતના આમંત્રિત મેહમાનો ઉપસ્થિત રહ્યા છે.

જળયાત્રા લઈને પરત ફરી રહેલી જળયાત્રા માં મહંત દિલીપદાસજી, ધારાસભ્યો, ગૃહરાજ્ય મંત્રી સહિત ઉપસ્થિત ભક્તો નું સ્થાનિક જય જોગણીમાતા મિત્ર મંડળ ના રહીશ તથા જગન્નાથ મંદિરની ચાલી ના રહીશો સ્થાનિક આગેવાનો સામાજિક અને સ્થાનિક કાર્યકરોએ દ્વારા ફૂલનો હાર પહેરાવી ગુલાબની પાંદડિયો થી સન્માન કરવામાં આવ્યું હતુ મહંત ના આશીર્વાદ લીધા હતા.

આ સમગ્ર પ્રસંગમાં કોઈ આ અનિચ્છનીય ઘટના ના બને તેની તેમાટે પોલીસ દ્વારાઆ ચુસ્ત બંદોસ ગોઠવી દેવાયો છે









