ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપીને ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓને તોડી રહી છે: મનોજ સોરઠીયા
ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગઈ છે માટે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે: મનોજ સોરઠીયા

જે જે મેવાડા વિરુદ્ધ ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવાનો ડર બતાવીને, તેમને ભાજપમાં જોડવામાં આવ્યા છે: મનોજ સોરઠીયા
સમગ્ર દેશમાં ઇડી,સીબીઆઈ અને પોલીસનો દૂરૂપયોગ કરીને વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવાનો ડર બતાવીને ફસાવવામાં આવી રહ્યા છે: મનોજ સોરઠીયા
સમગ્ર દેશમાં આપણે બીજેપીના વોશિંગ મશીનને જોઈ રહ્યા છીએ કે જેમાં કોઈપણ વિપક્ષી નેતા પર પહેલા આરોપ લગાવવામાં આવે છે અને તેઓ ભાજપમાં જોડાઈ ત્યારબાદ તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરી દેવામાં આવે છે: મનોજ સોરઠીયા
‘આપ’ ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને પણ ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ચૈતરભાઇ વસાવા ભાજપ સામે ઝૂક્યા નથી: મનોજ સોરઠીયા
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા લોકતંત્રની વારંવાર હત્યા કરવામાં આવી રહી છે અને વિરોધ પક્ષના નેતાઓને ડરાવી ધમકાવીને અને તેમના વિરુદ્ધ ષડયંત્ર રચીને તેમને ભાજપમાં જોઈન કરાવવામાં આવે છે. આજે આમ આદમી પાર્ટીના નેતા જે જે મેવાડા ભાજપમાં જોડાયા છે અને અમે જાણીએ છીએ કે તેમની વિરુદ્ધ ભાજપે અનેક ષડયંત્ર રચ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં જ્યારે જે જે મેવાડાએ ઉમેદવારી નોંધાવી હતી, તે સમયે પણ તેમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો કેસ કરવામાં આવ્યો હતો અને આ જ રીતે તેમને ફસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આજે સમગ્ર દેશમાં વિરોધ પક્ષના નેતાઓને ખોટા કેસોમાં ફસાવીને જેલમાં મોકલી દેવાની નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલી રહી છે.
આજે વિપક્ષ નેતાઓને એ હદે હેરાન પરેશાન કરવામાં આવે છે કે તેઓ છેલ્લે હિંમત હારીને ભાજપમાં જોડાઈ જાય છે અને ભાજપમાં જોડાયા બાદ તેમના પર લગાવવામાં આવેલા આરોપો ખારીજ કરી દેવામાં આવે છે અને જ્યાં સુધી તેઓ ભાજપમાં રહે ત્યાં સુધી તેમના દરેક પ્રકારના જૂના કેસોને દબાવી દેવામાં આવે છે અને તેમની છબીને સાફ કરી દેવામાં આવે છે. ભાજપને જ્યાં જ્યાં પણ હારનો ડર સતાવે છે તે દરેક જગ્યા પર તેઓ ઇડી,સીબીઆઈ અને પોલીસનો દૂરૂપયોગ કરે છે અને વિપક્ષી નેતાઓને ફસાવે છે. હાલ આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને પણ ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ચૈતરભાઇ વસાવા ભાજપ સામે ઝૂક્યા નથી.
છેલ્લા ઘણા સમયથી ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આપણે બીજેપીના વોશિંગ મશીનને જોઈ રહ્યા છીએ કે જેમાં કોઈપણ વિપક્ષી નેતા પર પહેલા આરોપ લગાવવામાં આવે છે અને તેઓ ભાજપમાં જોડાઈ ત્યારબાદ તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરી દેવામાં આવે છે. ત્યારબાદ તેઓને વિધાનસભા લોકસભાના ઉમેદવાર બનાવીને અથવા તો સરકારમાં સારું પદ આપીને બેસાડી દેવામાં આવે છે. આજની આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું કે ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગઈ છે માટે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. અમને પૂરી ખાતરી છે કે આ લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને મજબૂત ટક્કર આપશે અને 26માંથી 26 બેઠકો જીતવાનું ભાજપનું સપનું પૂરું થશે નહીં.










