AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ભાજપ અગ્નિવીર જેમ કોન્ટ્રાક્ટ પર શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે: ઈસુદાન ગઢવી

બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપએ જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે: ઈસુદાન ગઢવી

કોન્ટ્રાક્ટ પર જે શિક્ષકોની ભરતી કરવાના છો, તે તમે રદ કરો નહિતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઉગ્ર વિરોધ કરશે: ઈસુદાન ગઢવી

પંજાબમાં ભગવંત માનજીની સરકાર આવી ત્યારબાદ તેઓએ 12,700 કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોને કાયમી કર્યા છે: ઈસુદાન ગઢવી

2027માં આમ આદમી પાર્ટીની સરકાર આવવાની સાથે જ ફક્ત એક મહિનામાં તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને અમે કાયમી કરીશું: ઈસુદાન ગઢવી

ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ યુવાઓને લગતા ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, વર્ષોથી ટેટ ટાટની પરીક્ષા આપીને લાખો વિદ્યાર્થીઓ એક સપનું જોઈને બેઠા હતા કે તેમને એક સરકારી નોકરી મળશે. પરંતુ ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે. આ વાત ગુજરાતના યુવાનો જ કહી રહ્યા છે. બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપએ જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. આજે ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી છે.

અમે ભાજપને સ્પષ્ટપણે કહેવા માગીએ છીએ કે, કોન્ટ્રાક્ટ પર જે શિક્ષકોની ભરતી કરવાના છો તે તમે રદ કરો નહિતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઉગ્ર વિરોધ કરશે. આમ આદમી પાર્ટી યુવાનો અને તેમના માતા-પિતાઓ સાથે છે. ભાજપે અગ્નિવીર યોજના લાગુ કરી અને ગુજરાતના લોકો 156 સીટો તેમને આપી તો આજે ભાજપના લોકો જ કહી રહ્યા છે કે અમે જેટલું શોષણ કરી રહ્યા છીએ એમ અમને એટલા જ વધુ મત મળી રહ્યા છે. મારી ગુજરાતના યુવાનો અને તેમના સગા સંબંધીઓને વિનંતી છે કે જો તેઓ ભાજપમાં હોય તો તેમાંથી રાજીનામાં આપી દે. જો ભાજપને હરાવવામાં આવશે તો જ તે લોકો આવી યોજનાઓ રદ કરીને યુવાનોને નોકરીઓ આપશે.

ભાજપે જ્ઞાન સહાયકમાં એક નવું લોલીપોપ આપ્યું છે કે વિદ્યા સહાયકમાં રૂ.19,950 પગાર આપવામાં આવે છે અને આ કોન્ટ્રાક્ટરના જ્ઞાન સહાયકોને ચાર પાંચ હજાર રૂપિયા વધુ આપીને નોકરી ઉપર રાખીશું. આનો અર્થ સ્પષ્ટ છે કે ભાજપને અહંકાર આવી ગયું છે અને તેને યુવાનોની કોઈ કદર નથી. દુઃખની બાબત છે કે આ નિર્ણય પછી ઘણા યુવાનોની સગાઈ પણ તૂટી જશે. કારણ કે અહીંયા હવે કાયમી નોકરીની જગ્યાએ સરકાર કોન્ટ્રાક્ટ પર નોકરી આપવા જઈ રહી છે.

પંજાબમાં ભગવંત માનજીની સરકાર આવી ત્યારબાદ તેઓએ 12,700 કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોને કાયમી કર્યા છે. એવી જ રીતે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આવવાની સાથે જ ફક્ત એક મહિનામાં તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને અમે કાયમી કરીશું.

[wptube id="1252022"]
Back to top button