અમદાવાદમાં હોટલના બોર્ડ લગાવીને ગેરકાયદેસર તરીકે ચાલતો પી.જી નો ધીકતો ધંધો એ.એમ સી.ની રહેમ રાહે થતો હોય તે પ્રકારની અરજી કરવામાં આવી છે.

અમદાવાદ માં અત્યારે પુરા ગુજરાત અને ગુજરાતની બાર ના પણ અસંખ્ય વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવે છે અને હોસ્ટેલ કરતાં વધુ સારી વ્યવસ્થાઓ ધરાવતા પેઇંગ ગેસ્ટ એપાર્ટમેન્ટ માં રહેવાનું પસંદ કરી રહ્યા છે.
ત્યારે અમદાવાદમાં અત્યારે ઘણાં બધાં પી.જી. અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યા છે ત્યારે બોપલ વિસ્તારમાં આવેલા એક મોલના કોમર્શિયલ બિલ્ડીંગ માં થોડા સમય પહેલા કપડાના શોરૂમ માં આગ લાગતા આજુ બાજુમાં ચાલતા પી.જી અને બીજી દુકાનો તથા ઓફિસોને સિલ મારવામાં આવ્યા હતા.
હવે એક મહિનો ઉપર થતા બીજા બધા સિલ ખુલી ગયા છે પરંતુ પી.જી. ધરાવતા બિલ્ડીંગને ખોલવામાં આવી રહ્યું નથી જેમાં ફાયરના સમયમાં બચવામાટે ઉપયોગમાં લેવાની બધી સગવડતાઓ છે તેને ખોલવામાં આવી રહ્યું નથી.
આજુ બાજુમાં પણ આ જ પ્રકારના પી.જી. ચાલી રહ્યા છે ત્યારે તેમાં તપાસ કરતા ખ્યાલ આવ્યો કે બહાર હોટલના બોર્ડ મારી અંદર પી.જી ચલાવવામાં આવે છે અને કોર્પોરેશન ના સત્તાધીશો દ્વારા જ આ પ્રકારની સલાહ આપી તેમને મંજૂરી આપી ધંધો કરવા દેવામાં આવે છે તો આ પ્રકારે બીજા ધંધાર્થીઓ સાથે શા માટે વ્હાલા દાવલા ની નિતિ અપનાવવામાં આવે છે તેવી ફરિયાદ સાથેની અરજી કમિશનર ઓફીસ તથા એ.એમ.સીના સત્તાધીશો ને કરવામાં આવી છે જ્યારે હવે તેમાં એ.એમ.સિ કઈ રીતે પગલાં લેશે તે જોવું રહ્યું.