AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સાબરમતી સેન્ટ્રલ જેલમાં થી પોક્સો કેસનો આરોપી ભેદી રીતે ગાયબ

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં વિચિત્ર ઘટના ઘટી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી  પોક્સો કેસનો આરોપી ભેદી રીતે ગુમ થયો છે. સેશન્સ કોર્ટે જામીન આપ્યા બાદ પરિજનો બીડું લઈને પહોંચે તે પહેલા જ આરોપી જેલમાંથી ગાયબ થઇ ગયો છે. આરોપીના પરિજનો બે કલાકથી વધુ સમય જેલમાં બેઠા હોવા છતાં કોઈ જવાબ ન મળ્યો, અંતે આ મામલે જેલ પ્રશાસને પણ હાથ અદ્ધર કરી નાખ્યાં હોવાની માહિતી મળી રહી છે.

જેલ પ્રશાસન દ્વારા આરોપીઓના પરિજનોને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ બે પોલીસ અધિકારી આવીને આરોપીને લઇ ગયા છે. જયારે આરોપીના પરિજનો વાડજ પોલીસ પહોંચ્યાં ત્યારે વાડજ પોલીસ સ્ટેશનમાંથી એવું કહેવામાં આવ્યું કે તમારા વકીલ સાથે આવો.

આરોપીના વકીલ પ્રિતેશ શાહે વાડજ પોલીસ સ્ટેશનના  પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે આવા કોઈપણ આરોપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો નથી. જ્યારેબીજી બાજું પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આરોપીના પરિવારજનોને કહ્યું કે આરોપી અહીંયા જ છે પરંતુ તેમને કોઈ પણ વાતચીત કરવા દેવામાં નહીં આવે.
અહીં વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની કાર્યવાહી પર મોટા સવાલો ઉભા થયા છે. આરોપી જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તો કોર્ટના હુકમ વગર કેવી રીતે આરોપીને છોડ્યો તે ગંભીર સવાલ છે. આરોપીના વકીલ પ્રિતેશ શાહે આરોપ લગાવ્યો છે કે આરોપી 19 વર્ષના છોકરાને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button