અમદાવાદ ખાતે અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

શ્યામજી કૃષ્ણ વર્મા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300 થી વધુ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
આ સેમિનાર આસીસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અતુલકુમાર બંસલ સરના અમૂલ્ય માર્ગદર્શન હેઠળ અને ખાડિયા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ચાવડા સર અને તેમની ખાડિયા પોલીસ ટીમની હાજરીમાં યોજાયો હતો.
આ પ્રશિક્ષણ સેમિનારમાં, શ્રી અમનદીપ સિંહ અને તેમની ટીમે મહિલાઓને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન-સ્નેચિંગ બળાત્કાર વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું.
સ્ત્રીઓને 10 સંવેદનશીલ ભાગો પણ શીખવવામાં આવ્યા હતા જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.










