વિરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ટાવરચોક હિંમતનગર મુકામે ઠંડા મિનરલ પાણીની પરબનો આજ થી શુભારંભ કરવામાં આવ્યો


*વિરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ટાવરચોક હિંમતનગર મુકામે ઠંડા મિનરલ પાણીની પરબનો આજ થી શુભારંભ કરવામાં આવ્યો…*
વટેમાર્ગુઓથી અત્યંત વ્યસ્ત વિસ્તાર હિંમતનગરના હ્રદય એવા ટાવરચોક વિસ્તારમાં પરબનો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ જે ડી પટેલ, નગરપાલિકાના પ્રમુખ બહેન શ્રી યતીનબેન મોદી દ્વારા કરવામાં આવ્યો.
કાર્યક્રમ માં જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, હિંમતનગર તાલુકાપંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલ, બીપીનભાઈ ઓઝા, શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, તાલુકા મહામંત્રી રાજેન્દ્રસિંહ પઢીયાર, શહેર મહામંત્રી બંટીભાઈ મહેતા , કોર્પોરેટરશ્રીઓ , વિશ્વ હિંદુ પરિષદ ના પદાધીકારીઓ, સંધઠન ના પદાધીકારીઓ , કાર્યકર્તાઓ નુ વિરપ્રતાપ ફાઉન્ડેશન ની ટીમ ધ્વારા સન્માન કરવામાં આવ્યુ,
વિરપ્રતાપ ફાઉન્ડેશન ના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ધ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક પરબ પર ૨૦૦ થી વધુ જગ પાણીનો વપરાશ થાય છે, આવનાર સમય માં હિંમતનગર માં વિવિધ જગ્યાએ ૧૦ થી વધુ પરબ કરવામાં આવશે.
જયંતિ પરમાર સાબરકાંઠા



