અમદાવાદમાં મધરાત્રે ઈસ્કોનબ્રિજ પર સર્જાયો અકસ્માત, 9 લોકોના મોત

અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મધરાત્રે ગંભીર અકસ્માત સર્જાયો છે. અમદાવાદનો સૌથી મોટો અકસ્માત ગણી શકાય તેમાનો એક છે. આ ગંભીર અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. બ્રિજ લોહીના ખાબોચિયાથી ભરાઈ ગયો હતો અને હાઈવે પર અત્યંત બિહામણું દ્રશ્ય જોવા મળ્યું હતું.
પોલીસ તંત્રના જણાવ્યા આ મૃતઆંક વધી શકે છે. જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં પરીવારજનોમાં આંક્રંદનો માહોલ જોવા મળ્યો છે.
અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર એક ટ્રકને થારને ટક્કર મારી દીધી હતી, આ અકસ્માત પછી ટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત જોવા માટે ઘટનાસ્થળ પર લોકોની ભીડ એક્ઠી થઈ ગઈ હતી. તે દરમ્યાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી જેગુઆર કાર બેકાબૂ બની અને ત્યાં હાજર લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં નવ લોકોના કરૂણ મોત નિપજ્યા અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે.કાર રાજપથ ક્લબ તરફથી આવી રહી હતી અને તેની સ્પીડ 160ની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો 30 ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા.
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર કાર અકસ્માત સર્જનાર યુવાનની ઓળખ સામે આવી છે, આ યુવાનનું નામ તથ્ય પટેલ છે. મળતા અહેવાલ પ્રમાણે કારમાં આ યુવાનની સાથે બે યુવતીઓ પણ સવાર હતી. તપાસ દરમ્યાન કારમાંથી પર્સ પણ મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર ચાલક તથ્ય પટેલનો પિતા પ્રગ્નેશ પટેલ એ કુખ્યાત આરોપી છે. તેના પિતા દુષ્કર્મના આરોપી છે. તો બીજી તરફ તથ્ય પટેલા પિતા વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે.
- નિરવ – ચાંદલોડિયા
- અક્ષય ચાવડા – બોટાદ
- રોનક વિહલપરા – બોટાદ
- ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
- કૃણાલ કોડિયા – બોટાદ
- અમન કચ્છી -સુરેન્દ્રનગર
- અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગર
- નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય
રસ્તા પર લોહી ફેલાયું જોવા મળ્યું જે ખૂબજ બિહામણું દ્રશ્ય હતું, જે લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા તેમના ફોન રસ્તા પર પડ્યા હતા, તેમના બૂટ, ચંપલ, કપડા પણ ફાટીને વેરવિખેર પડ્યા હતા.










