GUJARATMEHSANAVIJAPUR

ખેરવા ગણપત યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન માર્ગદર્શન મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા ખાતે ખેડૂત મતદાન જાગૃતિ અભિયાન યોજાયું

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા ખાતે ખેડૂત મતદાન જાગૃતિ અભિયાન યોજાયું
ખેરવા ગણપત યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન માર્ગદર્શન મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણામાં કેન્દ્રના હેડ અને કૃષિ વૈજ્ઞાનિક શ્રી ડો. આર.એ .પટેલની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વની સૌથી મોટી લોકશાહીના ઘડતરમાં દરેક પુખ્ત વ્યક્તિનો મત અમૂલ્ય છે અને તે કેટલું મૂલ્યવાન છે તેનું માત્ર બંધારણમાં જ નહીં પણ જાહેર જીવન અને આર્થિક સામાજિક બંધારણમાં પણ મહત્વનું યોગદાન છે તે સમજાવવા માટેની જનજાગૃતિના પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જે પૈકી હાલે લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મહેસાણા જિલ્લામાં પણ વિવિધ વર્ગ, સમાજ, પ્રવૃત્તિઓ અને સ્થાન સાથે સંકળાયેલા લોકોને મતદાન બાબતે સારી રીતે માહિતગાર કરવા માટેની પ્રચાર પ્રસારણ કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત ગણપતિ યુનિવર્સિટી ખેરવા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણામાં ખેડૂતો તેમજ કૃષિ ઇનપુટ પેસ્ટીસાઈડ ડીલર ખેડૂતોને મતદાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજર રહેલ કૃષિ ઇનપુટ પેસ્ટીસાઇડ ડીલરોએ સો ટકા મતદાન કરવા તેમજ તેઓ સાથે સંકળાયેલા ખેડૂતોને પણ મતદાન જાગૃતિ અંતર્ગત મતદાન કરવા સંદેશો આપવા ખાતરી આપી હતી……પાવર પ્રેઝન્ટેશન તેમજ મતદાન પ્રક્રિયાના પરિણામોમાં કૃષિ અને ખેડૂતો કઈ રીતે મહત્વના છે અને એમનું યોગદાન શું હોઈ શકે કેવી રીતે હોઈ શકે તે અંગે પણ જણાવવામાં આવ્યું હતું. જેમાં સૌ રસભેર સહભાગી બન્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button