
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ATVT ના કામોના બજેટમાં વ્હાલા દોહલાની નીતિ, તપાસ થાય તો એજન્ટરાજ બહાર આવે તેવી શક્યતા

સરકાર દ્વારા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના અંતર્ગત વિવિધ તાલુકામાં વિકાસશીલ કામો માટે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે પરંતુ કેટલીક વાર ગ્રાન્ટોનો ઉપયોગ એ રીતે થવા લાગ્યો છે કે જે વખતે આ એટીવીટીની સમિતિમાં જે લોકો છે એ લોકો પોતાના અંગત માણસો તેમજ અંગત લોકોના સ્વાર્થ હેઠળ આ કામુ ફારવ્યા હોય એવી હાલ લોક ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે મેઘરજ તાલુકાની અંદર પણ છેલ્લા પાંચ વર્ષના એટીવીટીના કામોની જો તટસ્થા થી તપાસ કરવામા આવે તો કામો ની ગેરરીતિમાં ઘણો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે ત્યારે આ વર્ષેએ પણ જે ગ્રાન્ટની ફારવણી થઇ છે તેમાં પણ વ્હાલાં દોહલાની નીતિ જોવા મળી છે જેમાં જે તે ના અંગત માણસોના કામો જ માન્ય કરાયા હોવાની લોક ચર્ચા જામી છે
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ATVT ના બજેટમાં વ્હાલાં દોહલાની નીતિ અપનાવવામાં આવી રહી છે, મેઘરજ તાલુકાની ત્રણ ચાર ગ્રામ પંચાયતોમાં ૯ થી ૧૦ લાખ સુધીના નાણાં ફાળવી દીધા હોવાનું નરી આખે દેખાઈ રહ્યું છે અન્ય ગ્રામ પંચાયતોમાં ત્રણ થી ચાર લાખ જ નાણાં ફાળવતાં ગ્રામ પંચાયતો સાથે અન્યાય થતો જોવાં મળી રહ્યો છે વધુમાં સરપંચોએ માંગણી કરેલા કામો મંજુર કરવામાં આવતાં અને મળતીયાઓએ આપેલા કામોને જ મંજુર કરવામાં આવે છે ATVT ની સમિતિ પોતાના અંગત માણસોના કામો મંજુર કરી દીધા હોવાનું સાબિત થઈ રહ્યું છે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરે તો એજન્ટરાજ બહાર આવતાં વાર નહીં લાગે









