૯ – નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- AGEL ભારતની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બની પવન-સૌર હાઇબ્રિડ શ્રેણીમાં 8.4 GWની ક્ષમતા સાથે અગ્રેસર
અદાણી પોર્ટફોલિયો હેઠળની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયો ધરાવતી કંપની બની ગઈ છે. તાજેતરમાં AGELએ 8.4 ગીગાવોટ (GW) સ્થાપિત ક્ષમતા હાંસલ કરી છે. કંપની ભારતની સૌથી મોટી સૌર ક્ષમતા (5GW)નું પણ સંચાલન કરે છે. એટલું જ નહીં, તે 2,140 મેગાવોટની વિશ્વની સૌથી મોટી ઓપરેટિંગ હાઇબ્રિડ ક્ષમતા સાથે પવન-સૌર હાઇબ્રિડ શ્રેણીમાં અગ્રેસર છે. દેશનો સૌથી મોટો સોલર પોર્ટફોલિયો ધરાવતી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની (AGEL) સોલાર ક્ષમતા ઓપરેટિંગ પોર્ટફોલિયોમાં 5GW આંકને વટાવી ગઈ છે. રાજસ્થાનના બિકાનેરમાં 150 મેગાવોટના સોલાર પ્લાન્ટના કમિશનિંગ સાથે જ આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પ્રાપ્ત થયું છે. AGELની કુલ રિન્યુએબલ ઓપરેશનલ ક્ષમતા વધીને સૌર, પવન અને હાઇબ્રિડમાં 8,404 મેગાવોટ થઈ ગઈ છે. ભારતમાં રિન્યુએબલ ઉર્જા વિસ્તરણ અને ટકાઉ વીજ ઉત્પાદન માટે AGELનું યોગદાન ગ્રીન એનર્જી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ સિદ્ધિ સાથે કંપની માત્ર રાષ્ટ્રના સ્વચ્છ ઉર્જા ધ્યેયોમાં જ નહીં પરંતુ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ મુખ્ય ખેલાડી તરીકે તેની સ્થિતિ મજબૂત કરે છે. કંપની પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “AGELના મેનેજમેન્ટના માર્ગદર્શન પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ (FY24) માં 2.8 GW થી 3 GW વચ્ચે કમિશન કરવાની યોજના ધરાવે છે, જેમાં વર્તમાન નાણાકીય વર્ષમાં અંદાજે રૂ. 14,000 કરોડનું મૂડીરોકાણ થશે.AGEL એ ચાલુ વર્ષના પ્રારંભે 2030 સુધીમાં 45 GW રિન્યુએબલ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકની જાહેરાત કરી હતી. કંપની પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે AGELની લગભગ 97 ટકા ક્ષમતા 25 વર્ષની મુદતના લાંબા ગાળાના ફિક્સ્ડ ટેરિફ પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ (PPAs) હેઠળ છે. AGELના આગામી પ્રોજેક્ટ રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યોમાં સ્થાપિત થવાની યોજના છે.મેરકોમના ઈન્ડિયા સોલર માર્કેટ લીડરબોર્ડ 1H 2023 મુજબ વર્ષ 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક(1H)માં અદાણી પ્રાચીન ટોચ-યુટિલિટી સ્કેલ સોલાર પ્રોજેક્ટ ડેવલપર તરીકે ઉભરી આવ્યું. મેરકોમના અહેવાલ મુજબ અદાણીએ 21.3 નો બજારહિસ્સો કબ્જે કર્યો છે, જે લીડરબોર્ડમાં અન્ય 4 અગ્રણીઓના સંયુક્ત બજાર હિસ્સા કરતાં વધુ છે. AGELના મુખ્ય ગ્રાહકોમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને વિવિધ રાજ્ય ડિસ્કોમનો સમાવેશ થાય છે.










