
પોશીના તાલુકા સદસ્ય મુકેશ ડાભી દ્વારા સેવાકીય પ્રવૃતિઓ તેમજ તાલુકા ના રહેવાસીઓની ગ્રાઉન્ડ લેવલની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે હંમેશા અગ્રેસર રહે છે. પોશીના તાલુકા ની લાખીયા શાળાને સ્કૂલ બન્યા પછી વર્ષો સુધીનો ઇન્તજાર પૂર્ણ થયો. જેને જે વિચારવું હોય એ વિચારે……. જેને જે લખવું હોય એ લખે ………………….
જેને જે કરવું હોય એ કરે……… પણ જેને જે કામ કરવું છે એને કંઈ નડતું નથી. …. પોશીના તાલુકાના દંત્રાલ ગામની બાજુમાં આવેલ લાખીયા ગામની પ્રાર્થમિક શાળા ની વાત છે….. લાખિયા ગામની પ્રાર્થમિક શાળામાં હાલમાં અભ્યાસ કરતા બાળકો તેમજ શિક્ષકો માટે બાળકો ની સંખ્યા ૧૯૭ જેવી છે મુદ્દાની વાત એ છે. ..જે તે વર્ષોના સમયમાં શાળાનું નિર્માણ થયું તે સમય પછી શાળા સુધી અવર – જવર કરવા ચાલીને જવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.વર્ષ-૨૦૧૯ અને ૨૦૨૦ ના સમયમાં શાળામાં નવીન શાળા ના ઓરડાઓ મંજુર થયેલ. પણ આજ દિન સુધી રસ્તાના અભાવના લીધે નવીન શાળા ના ઓરડાઓ નું બાંધકામ થઈ શક્યું નહોતું…મને પોતે ગર્વ થાય છે કે એક તાલુકા સદસ્ય નાતે લાખિયા ગામની પ્રાર્થમિક શાળા સુધી નવીન રસ્તો બનાવવા ના ભાગ રૂપે જે.સી.બી થી ૩૪૦ મીટર ના કાચા રસ્તાનું નિર્માણ કરીને એક મહિનાના સમયમાં જ નવીન આર.સી.સી રોડ ની કામગીરી પુરી કરેલ છે. તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.વી હટાર નો પણ સાથ સહકાર સાથે સાથે તાલુકા સદસ્ય મુકેશભાઈ ડાભી ની મહેનત ના કારણે આ શક્ય બન્યું છે. ગ્રામજનો એ તેમજ શાળાના શિક્ષક મિત્રોએ ખૂબ જ આભાર માન્યો હતો.