
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
40 વર્ષની સતત ભક્તિ બાદ ઉમેદપુરના રામાભાઇ પટેલ ભગવાન ના ધામમાં વિલીન થયા : મૃત્યુના આગળના દિવસે પરિવાર ને કહ્યું હતું ભગવાનના ધામમાં જવાનો સમય આવી ગયો છે

“આપડે ગમે તેટલા મોટા થઈએ તો પણ નાના માણસ ને ભૂલવો ન જોઈએ અને ખરાબ સ્થિતિમાં દુશ્મન નો લાભ ઉઠાવવા કરતા તેનો સાથ આપવો જોઈએ” રામાદાદા એ કહેલી આ વાત દુનિયા હંમેશા યાદ રાખશે. ઉમેદપુર ની પાવન ધરતી પર જન્મેલા અને ખેડૂત એવા રામાદાદા તેમની ભક્તિ,સેવા અને પરિશ્રમના કારણે જગ આખામાં નામના મેળવી અને ભગવાન ના ધામમાં વિલીન થયા છે.અરવલ્લી,સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં તેમની સેવાની સુવાસ ફેલાયેલી હતી.શ્રીમદ્ રાજચંદ્રજી, શ્રીમદ્ રામજીબાપા,શ્રીમદ્ નાંથાબાપા,શ્રીમદ્ જેશિંગબાપા, તારાપુર આશ્રમના સત શ્રીમદ્ મોહનરામ બાપા અને શ્રીમદ્ રામજીબાપા ધોલવાણીનિ નિશ્રામાં તેવો ભક્તિ માર્ગે વળેલા અને તેના કારણે તેમને અનેક લોકોમાં ભક્તિનો સુવાસ ફેલાવ્યો હતો.
અનેક પરિવારોને ભક્તિ માર્ગે વાર્યા,ભક્તિની સુવાસ ફેવાલી
ઉમેદપુરના રામાદાદાએ અનેક લોકો અને અનેક પરિવારોને ભકતી માર્ગે વાર્યા હતા.અનેક લોકોને ભક્તિ માર્ગે જવા માટે તેમને પેરિત કર્યા હતા.દિવસ આખો ખેતમજૂરી કરવાની અને સાંજ પડે જ ભગવાન ના ભજન કરવામાં તેજ તેમની દિનચર્યા બની હતી તેની સાથેજ તેવો શામળાજી અન્નક્ષેત્ર સહિત અબોલ જીવો માટે પણ તેવો સેવાઓ આપતા હતા.અબોલ પશુ અને પંખીઓ માટે તેમને અનેક લોકોને સેવા માટે પેરીત કર્યા હતા.રામાદાદા ભક્તિમાં એટલા લિન હતા કે તેમને મૃત્યુના 24 કલાક પહેલાજ અહેસાસ થયો હતો કે તેમનો જવાનો સમય આવી ગયો છે.અને તેથીજ તેમને તેમના બે દીકરા સહિત તેમના કુટુંબ ને 24 કલાક પહેલા જ કહ્યું હતું “ભગવાન મને લેવા માટે આવી ગયા છે મારો જવાનો સમય થયો છે મે કરેલું સેવાનું કાર્ય તમે જાળવી રાખજો હવે હું આવતીકાલ થી ભગવાન સાથે જ જમીશ”.તેમની કહેલી આ વાત બાદ તેમને ભગવાનની ભક્તિ માટે પરિવાર ને કહ્યું હતું અને તેમને કહેલી આ વાત બાદ તેવો ભગવાન રામ નું નામ લેતા લેતા 24 કલાક બાદ ભગવાન ના ધામમાં વિલીન થતાં સૌ કોઈ ચકિત થયા હતા. રામાદાદા એ જીવેલું જીવન સમાજના અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યું છે.પરિશ્રમ નો જ પૈસો લેવો તે નીતિ સાથે પોતાનું જીવન રામાદાદા એ ભક્તિ અને સેવા માટે સમર્પણ કર્યું છે.









