KALOL(Panchamahal)PANCHMAHAL

ડેરોલ સ્ટેશનમાં સહિયારી જમીનમાં ઝાડો કાપવા બાબતે થયેલ બોલાચાલી ને લઇ સર્જાયું ધિંગાણું,બંને પક્ષ દ્વારા સામસામી ફરીયાદ

તારીખ ૦૯/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રહેતા ઠાકોરભાઈ મુળજીભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા બે મહિલાઓ સહિત આઠ સામે નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા તેઓ તથા તેઓના અન્ય બે ભાઈઓની સહિયારી જમીન ડેરોલ સ્ટેશન ખાતે આવેલ છે જે જમીનના પ્લોટ માં તેઓએ ચંદન, જામફળ ચીકુ અને અન્ય ઝાડ વાવેલા છે. મંગળવારે સાંજે આ પ્લોટ ઉપરના ઝાડો દક્ષેશભાઈ વિનોદભાઈ બ્રહ્મભટ્ટ કપાવતા હતા.દક્ષેશભાઈ તેમજ તેઓના પત્ની તેમજ વિનોદભાઈ બ્રહ્મભટ્ટ અને ભવ્યકુમાર દક્ષેશભાઈ તથા ધાર્મિકભાઈ નિલેશકુમાર તેમજ જીમીતાબેન ત્યા હાજર હતા.વીસેક વર્ષ જૂના ચંદનના ઝાડ પણ કપાવતા હોવાથી ઝાડો કેમ કપાવો છો તેમ પુછતા ઉશ્કેરાઈ જઈને ગાળો બોલીને કહેલ કે આ પ્લોટ તમારા બાપાનો છે કેમ કહી ધારીયું લઈ આવી માથાના ભાગમાં મારવા જતા ઠાકોરભાઈ ખસી જતા જમણા હાથે કોણીના ભાગે વાગેલું તે દરમિયાન તેઓનો છોકરો કૃણાલ ત્યાં આવી જતા વિનોદભાઈ એ કહેલ કે આ કૃણાલે મારી સામે પોલીસ ફરિયાદ કરી છે આજે તેને જીવતો જવા દેવાનો નથી મારો તેમ કહેતા.ભવ્યકુમારે પાવડા ની મુદર કૃણાલ ના માથાના પાછળના ભાગમાં મારતા લોહી નીકળ્યું હતું. આ દરમિયાન ભવ્ય અને ધાર્મિક કૃણાલ નું ગળુ પકડી પાડેલ વિનોદભાઈ કૃણાલ ઉપર બેસી ગયા હતા ધાર્મિકે બેટ વડે કૃણાલના બરડાના ભાગે બાદ માર્યુ .પ્રતિકભાઇ અને દક્ષેશભાઈએ ઠાકોરભાઈ ને ગદડા પાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ઠાકોરભાઈની પુત્રીને નેહાબેન ત્યાં આવી જતા દક્ષેશે નેહાબેન નું ગળુ દબાવી દીધુ હતુ આસપાસના લોકો આવી ગયા હતા કૃણાલ ને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલોલ અને ત્યારબાદ વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સામે પક્ષે દક્ષેશકુમાર વિનોદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા બે મહિલાઓ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી જણાવેલ છે મજૂરો મારફતે તેઓ ઝાડી ઝાંખરા કપાવતા હતા ત્યારે ઠાકોરભાઇ મૂળજીભાઈ અને કૃણાલભાઈ ઠાકોરભાઈ મોટરસાયકલ ઉપર આવ્યા હતા અને માબેન સમાણી ગંદી ગાળો બોલી તમે અહી ઝાડો કેમ કાપો છો. તેમ કહી ગડદા પાટુ નો માર માર્યો હતો આ દરમિયાન ધાર્મિક ભાઈ અને ભવ્ય કુમાર તેમજ ભામીનીબેન ,જીમિતાબેન, શિલ્પાબેન, નિધીબેન, મીનાબેન વચ્ચે પડતા શિલ્પાબેન ને ઠાકોરભાઈએ ધક્કો મારી જમીન પર પાડી દીધા તેમજ નિધીબેન ને લાકડી વડે મારેલ, જીમિતાબેન ને માથામાં લાકડી મારી હતી.ઠાકોરભાઈ બ્રહ્મભટ્ટ અને કુણાલભાઈ એ છેડતી કરવાના ઇરાદે મહિલાઓના કપડા ખેંચી ફાડી નાખ્યા હતા.કલાબેન અને નેહાબેન દ્વારા જાન થી મારી નાખવાની ધમકી આપી આમ સમગ્ર બાબતે સામસામે જાનથી મારી નાખવાની તેમજ ગેરકાયદે મંડળી બનાવી હુમલો કરવાની છેડતી કરવાની વિવિદ્ય કલમ હેઠળ બે ફરીયાદો નોંધાવા પામી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button