
20 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલયના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનો તા-19 ફેબ્રુઆરી 2024 ના રોજ કાજીઅલિયાસણા મુકામે શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ અને ઉદ્દઘાટક તરીકે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મુખ્ય મહેમાન તરીકે શ્રી મગનભાઈ એચ.ચૌધરી ( મેજીસ્ટ્રેટ, જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ, મહેસાણા), તથા અન્ય મહાનુભાવોમાં શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ એચ.ચૌધરી, શ્રી કે.ડી. ચૌધરી (મંત્રીશ્રી, છાત્રાલય સમિતિ), શ્રી જેસંગભાઈ બી. ચૌધરી (આંતરિક ઓડિટર, અ.આં.કે.મં), શ્રી નારાયણભાઈ ચૌધરી (સભ્યશ્રી, અ.આં.કે.મં.), અને ઉષાબેન એમ.પટેલ (આચાર્યાશ્રી, કાજી અલિયાસણા પ્રા.શાળા) તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શુભ શરૂઆત એન.એસ.એસ. યુનિટની બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પરીચય આપ્યો હતો અને એન.એસ.એસ.યુનિટની રચનાત્મક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે અમૃત મહોત્સવ અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલમાં નવીન નિર્માણ પામનાર ભવનો માટે દાન આપેલ ગામના દાતાશ્રીઓનું તથા એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિર માટે ભોજનના બનેલ દાતાશ્રીઓનું મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલે એન.એન.એસ.ની વાર્ષિક શિબિરનો પરિચય આપી તેના હેતુઓ વિશે ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કર્યા હતા. ગામના નિવૃત્ત શિક્ષકશ્રી લવજીભાઈ આર.ચૌધરી અને મહાનુભાવ તથા ગામના અગ્રણી શ્રી મગનભાઈ એચ.ચૌધરી ( મેજીસ્ટ્રેટ, જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ, મહેસાણા), એ પ્રાસંગિક ઉદ્દબોધન કરી એન.એસ.એસ. શિબિરના વિદ્યાર્થીઓને ગ્રામજનો વતી પુરો સહયોગ આપવાની ખાતરી આપી હતી. સમારંભના અધ્યક્ષ અને ઉદ્દઘાટકશ્રી તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ એન.એસ.એસ.ની પ્રવૃત્તિ એટલે “વિદ્યાર્થીઓમાં શિસ્ત, સેવા, સહકાર અને મૂલ્યલક્ષી શિક્ષણની કેળવણી” વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તથા આજના ભોજનના દાતાશ્રી મગનભાઈ એચ.ચૌધરી ( મેજીસ્ટ્રેટ, જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ, મહેસાણા)ને એન.એસ.એસ. યુનિટના સ્વયં સેવકો તથા ગામની પ્રાથમિક શાળાના બાળકોને ભાવપૂર્વક જમાડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા.અંતમાં આભારવિધિ શિક્ષકશ્રી મહેશભાઈ ડી.ચૌધરીએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઈઝરશ્રી એલ.જી.ચૌધરીએ કર્યું હતું. તથા સુચારૂ આયોજન માટે શિક્ષકશ્રી મહેશભાઈ એન. ચૌધરીએ જેહમત ઉઠાવી હતી.