આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ અંતર્ગત “બ્રેઈન યોગા ટેકનિક પરિસંવાદ” યોજાયો

2 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ તા.2 ઓગસ્ટ 23 ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાર્થના સભામાં “બ્રેઈન યોગા ટેકનિક પરિસંવાદ” કાર્યક્રમ યોજાયો હત કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે GCERT તજજ્ઞ શ્રી શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્વાગત શાળાના આચાર્યશ્રીએ પુસ્તક અર્પણ કરી કર્યું હતુ. મહાનુભાવ શ્રી શૈલેષભાઈ પટેલે “બ્રેઈન યોગા ટેકનિક પરિસંવાદ” કાર્યક્રમ અંતર્ગત રમૂજ વાકવાણી દ્વારા જાગ્રત મન અને અજાગ્રત મન વિષે પ્રેરણાદાયી પ્રવચન આપીને વિદ્યાર્થીઓને હકારાત્મક અભિગમ અપનાવી અભ્યાસ ક્ષેત્રમાં ચોક્કસ લક્ષ્ય નિર્ધારિત કરી જીવનમાં ઉચ્ચ પ્રગતિ સાધવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. જેને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.આમ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવેલ હતા.





