PRANTIJSABARKANTHA

પ્રાંતિજ તખતગઢમાં તીખી તીખી અને સ્વાદિષ્ટ પાપડી બનાવી મહિલા ખેડુત જાગૃતિબેન આત્મનિર્ભરનું જીવંત ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે

પ્રાંતિજ તખતગઢમાં તીખી તીખી અને સ્વાદિષ્ટ પાપડી બનાવી મહિલા ખેડુત જાગૃતિબેન આત્મનિર્ભરનું જીવંત ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે

********

ગરમા ગરમ ચા સાથે તીખી તીખી પાપડીના નાસ્તાની મજા જ કંઈક અગલ હોય છે. એમાંય વળી હાથવણાટથી બનાવેલ સ્વાદિષ્ટ પાપડી મળી જાય તો મોઝ પડી જાય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢના જાગૃતિબેન જયેશભાઈ પટેલ ચણાના લોટમાંથી પાપડી બનાવીને આત્મનિર્ભરનું જીવંત ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.

ગામમાં બાગાયત વિભાગના સાહેબો દ્વારા વિવિધ રસોઇ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ખજુરના લાડુ, બટાકાની જલેબી, લીંબુનુ અથાણું,પાપડી વગેરેની ત્રણ દિવસ તાલીમ સૌ ગામની બહેનોએ લીધી હતી.તાલીમ લીધા બાદ મને વિચાર આવ્યો કે જાતે કંઇક કામ કરીને આત્મનિર્ભળ બનવુ છે. મેં ચણાના લોટમાંથી પાપડી બનાવવાનું શરૂ કર્યુ. મે શરૂઆતમાં ફક્ત દોઢ કિલો લોટની પાપડી બનાવી હતી.એક મહિનામાં મે ૨૦૦ કિલો પાપડીનું વેચાણ કર્યુ છે.

જાગૃતિબેન પોતે ખેતી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ઉપરાંત દરજીકામ પણ કરે છે. તેમણે બાગાયત ખાતાની મૂલ્યવર્ધનની તાલીમમાં ભાગ લઈ વ્યાપારિક ધોરણે વ્યવસાય કેવી રીતે શરૂ કરવો તે અંગેનુ માર્ગદર્શન મેળવી ખૂબ જ સરાહનીય કામગીરી શરૂ કરી છે.પોતાની આવકમાં વધારો કરી આત્માનિર્ભર બનવા તેઓ ચણાના લોટનુ મૂલ્યવર્ધન કરી તેમાંથી પાપડી બનાવવાનો વ્યવસાય શરૂ કરેલ છે. જે ખૂબ જ ગુણવત્તા યુક્ત તેમજ સ્વાદિષ્ટ છે. જાગૃતિબેન જાતે જ આ પાપડી બનાવે છે અને તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવે છે. તેઓ આ કામગીરી કરીને સમાજની અન્ય બહેનો માટે ઉદાહરણરૂપ બન્યા છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button