INTERNATIONAL

War : ઇઝરાયેલ-હમાસ યુદ્ધના લીધે ગાઝામાં 1 લાખ 23 હજારથી વધુ લોકો ઘર છોડવા મજબૂર, 1600થી વધુના મોત

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ થઇ ગયું છે. હમાસના રોકેટના હુમલાનો જવાબ હવે ઇઝરાયેલ પોતાની એરસ્ટ્રાઇકથી આપી રહ્યો છે. યુદ્ધમાં અત્યાર સુધી ઇઝરાયેલના 900 લોકોના મોત થયા છે જ્યારે 2600થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં 687 લોકોના જીવ ગયા છે અને 3726 લોકો ઘાયલ થયા છે. વેસ્ટ બેન્કમાં પણ 16 લોકોના મોત થયા છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સતત સ્થિતિની સમીક્ષા કરવા માટે હમાસને ચેતવણી આપી રહ્યાં છે. શનિવારે તેમમે યુદ્ધ શરૂ થવાની વાત કરી હતી. હવે નેતન્યાહુએ કહ્યું, “હમાસ વિરૂદ્ધ બદલો અત્યારે શરૂ જ થયું છે.” આ પહેલા એક ટીવી સંબોધનમાં તેમણે હમાસ સાથે હિસાબ ચુકતે કરવાના સોગંધ લીધા છે અને કહ્યું કે કટ્ટરપંથી જ્યાં પણ છુપાયેલા હશે, ઇઝરાયેલી સેના ત્યાં પહોચશે.

[wptube id="1252022"]
Back to top button