
જંબુસર તાલુકાના સારોદ ગામે બી એસ એન એલ ટેલિફોન એંક્સચેન્જમાં તા.૨૮ – ૮ – ૨૦૨૩ ના રોજ ટેલિફોન ઓફિસનું તાળું તોડી ઓફિસમાં રાખેલ અલગ અલગ કંપનીનાં આઉટડોર અને ઇનડોરની બેટરી જેની કુલ કિંમત રૂપિયા ૧૮૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ચોરો ભાગી છુટ્યા હતાં ઉપરોક્ત બાબત અંગેની ફરિયાદ ટેલિફોન એક્સચેન્જના કર્મચારી ઉમેશકુમાર ગોવાલિયા ગામિતે વેડચ પોલીસને કરતાં વેડચ પોલીસે શંકાના આધારે મોહસીન ઉર્ફે સિલકત સલીમ પટેલ ( રહે – ઈખર તા. આમોદ ) ( ૨ ) તેમજ મકબુલ ઉર્ફે ગલુડ અબ્દુલ પટેલ ( રહે – આમોદ ) નાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.આ અંગે વેડચ પોલીસે ગુનો નોધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





