GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નજીક ચંદ્રપુરા પાસે બાઇક કન્ટેનરમાં ઘુસી જતા સર્જાયો અક્સ્માત,બાઇક ચાલકને પહોચી ગંભીર ઈજાઓ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૪.૨૦૨૪

હાલોલ નજીક ચંદ્રપુરા જીઆઇડીસી મા મોટરસાયકલ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મોટરસાયકલ ચાલક યુવાનને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવાન કાલોલ તાલુકાના બાકરોલ તરફ ના પલાસા નો હોવાનું જાણવા મળ્યું છે.જે હાલોલ ઔદ્યોગિક વસાહત માં એક પ્લાસ્ટિક યુનિટનો કામદાર છે અને રાત્રે છૂટી ને ઘરે જઈ રહ્યો હતો.હાલોલ ઔદ્યોગિક વસાહતના ચંદ્રપુરા વિસ્તારમાં આવેલી એચએનજી કંપની પાસે મોટરસાયકલ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.કાલોલ તાલુકાના પલાસા ગામનો યુવાન કેતન વિજયસિંહ પરમાર મોટરસાયકલ લઇ હાલોલ જીઆઇડીસી માં એક પ્લાસ્ટિક યુનિટમાં નોકરી કરવા માટે આવ્યો હતો.જે પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે તેની મોટરસાયકલ કન્ટેનર સાથે ભટકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ માંથી તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button