GUJARATJUNAGADHKESHOD

આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષા શાળાકીય વોલીબોલ સ્પર્ધા યોજાઈ

શાળાકીય રમતોત્સવ ૨૦૨૩ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્વારા આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમા જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાકક્ષા અન્ડર -૧૪,૧૭ અને અન્ડર ૧૯ વર્ષ વય જૂથના ખેલાડી ભાઈઓ બહેનોની વોલીબોલ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. આ સ્પર્ધામાં તાલુકાની વિજેતા થયેલ ૩૨ જેટલી ટીમોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ સ્પર્ધાના જુદા જુદા વય જૂથના વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ આગામી દિવસોમાં માણસા અને મહેસાણા મુકામે યોજનાર રાજ્યકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને જૂનાગઢ જિલ્લાના ખેલાડી ભાઈઓ બહેનો મેડલ અપાવશે તેવી પૂરી આશા સેવાઈ રહી છે.આ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે શૈલેષ પરમાર સાથે જુદી જુદી શાળાના વ્યાયામ શિક્ષક,ઈન સ્કુલ ટ્રેઈનર, ડી.એલ.એસ.એસ. કોચિસ વગેરે એ સેવા બજાવેલ.સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને,જિલ્લા નાયબ નિયામકશ્રી કે.વી.ભરખડા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ નરે,આચાર્યશ્રી એમ.ડી.દાહીમાં,અનિલભાઇ રાઠોડ,રામસિંહ ભાઈ પરમાર,રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખશ્રી જે.બી.હુંબલ,હીરાભાઈ મૂછાળ,રાજુભાઈ બાલધિયા, ગીરીશ બગીયા વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.આ સમગ્ર સ્પર્ધાનુ આયોજન સંચાલન જિલ્લા કન્વીનર ડૉ.હમિરર્સિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતુ.

 

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button