
7 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઑફ કોમર્સ, પાલનપુર ખાતે આજરોજ તા. 5 /9 /2023 ને મંગળવારે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાયન્સ અને કોમર્સ વિભાગના મળીને કુલ 90 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રધ્યાપક, પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, સેવકગણ તરીકે ભાગ લીધો હતો. જેમાં સાયન્સ અને કોમર્સના તમામ વિષયો તથા તમામ વર્ગો નિયમિત સમયપત્રક પ્રમાણે આયોજિત કરવામાં આવ્યા હતા. આ સમયપત્રક નું આયોજન તથા તેની ગોઠવણી પણ આજ રોજના પ્રાધ્યાપક બનેલા વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી હતી. સમય પત્રક મુજબ તાસ પૂર્ણ થયા બાદ અનુભવકથનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ડૉ. વાય બી ડબગર સાહેબ તથા વિષય વિભાગીય અધ્યક્ષ શ્રી આર જે પાઠક, ડૉ. જી ડી આચાર્ય, ડૉ. એમ કે પટેલ, પ્રા. ડી એન પટેલ અને અન્ય પ્રાધ્યાપકગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. એસ આઈ ગટિયાલા, પ્રા. ડી એન પટેલ, પ્રા.આર ડી વરસાત વગેરેના માર્ગદર્શન હેઠળ ડૉ. અમી પટેલ, ડૉ .અંકિતા ચૌધરી , ડૉ. ધ્રુવ પંડ્યા, પ્રા. દીપક ચંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ધ્રુવ પંડ્યા તથા આજના પ્રાધ્યાપક બનેલા વિદ્યાર્થી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એક જૂથ થઈ સંસ્થાના તમામ પ્રાધ્યાપક મિત્રોએ સહકાર આપ્યો હતો.





