GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના ખડકી ટોલનાકા પાસે રોંગ સાઈડ વાહન હંકારી રસ્તો ક્રોસ કરતા ઈસમને અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

તારીખ ૨૫/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશનમાં રામચંદ્ર પાલ મુકામ સુરત દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા ગત ૨૪ જાન્યુઆરી ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વીર પ્રતાપ વિશ્વનાથ પાલ ઉ. વ.૩૯ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એચ પી ૧૨ ઈ ૮૫૪૭ ના વાહન ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ખડકી ટોલનાકામાંથી પસાર કરી રોંગ સાઈડ હંકારી વીર પ્રતાપને અડફેટમાં લેતા અકસ્માત કરી પોતાનું વાહન લઇ નાસી છુટતા સારવાર દરમિયાન વીર પ્રતાપનું મોત નીપજાવ્યું હતું જે બાબતે ફરિયાદી ને વાહન માલીક સાથે વાતચીત ચાલતી હતી જેથી તેઓએ ફરિયાદ નોંધાવી નહોતી જે બાદ હાલ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોકેટ કોપ ની મદદ થી વાહન નંબર ને આધારે વાહન માલીક નુ નામ શોધી કાઢી ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]









