વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડનાં બેઝિક ગણિત વિષયનાં પેપરમાં 138 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.જ્યારે એચ.એસ.સી બોર્ડનાં સામાન્ય પ્રવાહનાં અર્થશાસ્ત્રની પરીક્ષામાં 72 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા… પ્રાપ્ત વિગતો અનુસાર સમસ્ત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક જે તે વિષયની પરીક્ષાઓ આપી રહ્યા છે.ડાંગ જિલ્લામાં આજરોજ એસ.એસ.સી બોર્ડનાં બેઝિક ગણિત વિષયનાં કુલ 9 પરીક્ષા કેન્દ્રો પર નોંધાયેલા 3199 વિદ્યાર્થીઓ પૈકી 3061 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જયારે બેઝિક ગણિત વિષયની પરીક્ષામાં 138 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જ્યારે એચ.એસ.સી બોર્ડનાં સમાન્ય પ્રવાહનાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં કુલ નોંધાયેલ 2370 વિદ્યાર્થીઓ પૈકી 2298 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે 72 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડનાં બેઝિક ગણિત અને સામાન્ય પ્રવાહનાં અર્થશાસ્ત્ર વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા..





