ગણદેવી તાલુકાના ખારેલ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નહેરુ યુવા કેન્દ્ર નવસારી એ ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય નો ભાગ છે જે યુવાનોમાં જાગરૂકતા અને તેમના વ્યકિતત્વ વિકાસ માટે અનેક કાર્યક્રમ આયોજન કરે છે. આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકો વધુમાં વધુ જાગૃત થાય તે હેતુથી નવસારી જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જાગૃત્તાઓના અનેક કાર્યક્રમો નું આયોજન હાથ ધરવામાં આવે છે.
જે અંતર્ગત અનિલ નાયક સ્કૂલ, ખારેલ ખાતે નિબંધ લેખન સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ પોતાની કળા દ્વારા મતદાનનું જરૂરિયાતને સમજાવ્યું હતું. આ સાથે યુવાઓને મતદાનની મહત્વતા અંગે માર્ગદર્શન આપી શપથ લેવડાવ્યા હતા . આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોધા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક જીનલ કાનાણી, હળપતિ વિધિશા, એનાલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.





