
પ્રાંતિજના આસરોડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી તથા નોડલ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ લોકસભા મતવિસ્તારમાં સર્વાધિક મતદાન થાય તેવા પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત પ્રાંતિજના આસરોડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના નાગરીકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં પરિવાર સાથે ૧૦૦ % મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓ દ્વારા રંગોળી અને મહેંદી દોરીને મતદાન અંગે જાગૃતિ ફેલાવામાં આવી હતી.
પત્રકાર : પ્રતિક ભોઈ
[wptube id="1252022"]