AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં મૂળચોંડ નજીક સિમેન્ટનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ આહવાથી સિમેન્ટનો જથ્થો ભરી ભવાનદગડ તરફ જઈ રહેલ પિકઅપ ગાડી.રજિસ્ટર ન.જી.જે.15 જે આહવાથી વઘઇને જોડતા રાજ્યધોરી માર્ગનાં મૂળચોંડ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ પિકઅપ ગાડી માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં પિકઅપ ગાડીનાં ચાલક સહીત ક્લીનરને નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.આ બનાવમાં પિકઅપ ગાડીને જંગી નુકસાન થયુ હતુ..

[wptube id="1252022"]
Back to top button