સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરના બાળકો દ્વારા વિવિધ પ્રકારની રંગબેરંગી અને કલાત્મક રાખડીઓનું સર્જન કરવામાં આવ્યું

27 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા તથા સમગ્ર પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનોના માર્ગદર્શન દ્વારા ધોરણ એક થી આઠના સમગ્ર વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ ગુણધર્મનો ઉપયોગ કરીને રંગબેરંગી કલાત્મક રાખડીઓનું સર્જન કરવામાં આવ્યું તથા તેઓની આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.સી.ઈલાસરીયા સાહેબે પ્રાથમિક શાળાના બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોની આ સર્જનાત્મક પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી અને આ પ્રવૃત્તિમાં ભાગ લેનારા નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા





