GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ગિરનાર પર્વતમાળાને પ્લાસ્ટીક મુકત બનાવવા વહીવટીતંત્ર દ્વારા અનોખી પહેલ

યાત્રીકો અને પર્યટકોને પ્લાસ્ટીકના બદલે માટીની પાણીની બોટલ સુલભતાથી મળી રહે અને પ્લાસ્ટીક મુક્ત બનીને ગીરનાર દર્શન/ પયર્ટન કરી શકે તેવી થશે વ્યવસ્થા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સ્વચ્છતાને અંગ્રેજીમાં હાઈજીન કહેવામાં આવે છે, સ્વચ્છતાનો ખ્યાલ વ્યક્તિગત અને વ્યવસાયિક દેખરેખની આદતો પણ મોટા ભાગે જીવનપ્રણાલી સાથે જોડાયેલી છે. સ્વચ્છતાની આદતોએ તબીબી વિજ્ઞાનમાં તેમજ ઘર (પ્રાદેશિક) અને જીવનની રોજિંદી પ્રક્રિયાઓમાં રોગોનો ફેલાવો અને તેની અસર ઘટાડવાના પ્રતિબંધક માપદંડો તરીકે છે. ત્યારે જન આરોગ્યની ખેવના થાય અને ગીરનાર સ્વચ્છ તથા પ્લાસ્ટીક મુકત બને તે દીશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાનાં માર્ગદર્શન અને સાંસદ સદસ્ય રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાના યોગદાન તેમજ ઉષાબ્રેકો કંપની, સવાણી ગ્રુપનાં સહયોગથી ગિરનાર પર્વત પર ૧૨૦ જેટલા દુકાનધારકોને પ્રત્યેકને પાંચ વોટરજગ મળી રહે તે રીતે ૬૦૦ વોટરજગ આજે ભવનાથ બોરદેવી ચેકનાકા પાસે આયોજીત કાર્યક્રમમાં વિતરીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનાં અધ્યક્ષ જૂનાગઢનાં મેયર શ્રીમતી ગીતાબેન પરમારે ગિરનાર પર્વતની ધાર્મિક અને પૌરાણીકતાનો મહીમા વર્ણવી પ્લાસ્ટીકનાં વપરાશને નિયંત્રીત કરવા અને ખાસ કરીને ગિરનાર અને ધર્મ તથા પર્યટન સ્થળોએ ઉપયોગ ના કરવા જણાવ્યુ હતુ.
ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાએ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યુ કે, ગિરનારએ ગુજરાતનું ગૌરવપ્રદ યાત્રા સ્થળ છે. તેની સ્વચ્છતા એ આપણા સૈાની સહિયારી જવાબદારી છે. આજથી ગિરનાર પર્વત પર પાણીની બોટલો ન લઈ જતા તેને બદલે વોટર જગથી પાણી વિતરણ માટે સુચારૂ વ્યવસ્થાનો પ્રારંભ થઇ રહ્યો છે, જેનાથી પાણીની વપરાશ બાદની ખાલી બોટલો જ્યાં ત્યાં પર્યટકો/યાત્રીકો ના ફેકે અને પાર્યાવરણને થતું નુકશાન અટકે તેવો આ પ્રયાસ છે.
આ તકે કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યુ હતુ કે, લોકજાગૃતિ કેળવાય અને લોકોમાં પર્યાવરણનું જતન-સંવર્ધન થાય તે માટે ગિરનારને સ્વચ્છતા અને પ્લાસ્ટીક મુક્ત બનાવવાનો આજનો વોટર જગ (કેરબા) વિતરણનો કાર્યક્રમ ઉમદા પુરવાર થશે. જૂનાગઢ શહેરથી માત્ર સાત કિલોમીટરના અંતરે ગિરનારની પર્વતમાળાના સમૂહમાં ગિરિવર ગિરનારની ટૂંક ધર્મની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થાન આવેલા છે, કિવદંતી મુજબ ગિરનારનો પહાડ હિમાલયના પહાડો કરતા ખૂબ જ પૌરાણિક છે. અને અહીં ધાર્મિક મહત્વ પણ છે. ત્યારે શ્રધ્ધાળુઓ જ્યારે ગિરનારની યાત્રાએ આવે કે સહેલાણીઓ ગિરનાર અને ગિરના વનપ્રદેશની સહેલગાહે આવે ત્યારે પ્લાસ્ટીક જન્ય પ્રદુષણ ફેલાવતા ઘટકોને ત્યજે અને પરંપરાગત આપણી વ્યવસ્થાઓને જાળવીને પ્રકૃતિનું સંવર્ધન કરે તેવા આશયથી આજનો આ જાગૃતિ કાર્યક્રમ સાચા અર્થમાં લોકોપયોગી બનશે.
નાયબ વન સંરક્ષક અક્ષય જોષીએ ગિરનાર સીડી વિસ્તારમાં રોજી રોટી કમાનાર દુકાનદારો અને ભવનાથ ક્ષેત્રના વ્યવસાયિકોને  સંબોધતા જણાવ્યુ હતુ કે, ગિરનારની ભુમિ પવિત્ર છે. તેની પવિત્રતા સચવાય અને પર્યાવરણનું સંતુલન જળવાય તે દિશામાં વન વિભાગ દ્વારા થતી કામગીરમાં સૈાએ સહયોગી બની રહેવા અને પ્રકૃતિનાં સંવર્ધનમાં સહયોગ આપવા વિનંતી કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર સીડી પર રોજગારી મેળવતા દુકાનદારોને આવકારી ગિરનાર તિર્થક્ષેત્રને પ્લાસ્ટીક મુકત બનાવવા આજે ૧૨૦ જેટલા દુકાનદારોને ૬૦૦ જેટલા વોટરજગ (કેરબા) એનાયત થવા અંગે જાણકારી આપી હતી. અને જણાવ્યુ હતુ કે, ગીરનાર પર્વત પર નિયમિત રીતે સ્વચ્છતાની કામગીરી સેવાભાવી સંસ્થાઓ અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આમ છતાં યાત્રીકો અને પર્યટકોમાં લોકજાગૃતિ કેળવાય અને ગિરનાર પર્વત પર પ્લાસ્ટીક જતુ અટકે તે દીશામાં આજે સાંસદ અને ધારાસભ્ય દ્વારા અને ઉષાબ્રેકો કંપની તેમજ સવાણી ગ્રુપનાં સહયોગ સાથે વોટર જગની સવલત પુર પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગીરનાર પગથીયાનાં પ્રારંભ સ્થળે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૫૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતી શુદ્ધ પેય જળની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રસંગે દેવાભાઇ રાખોલીયાએ ગિરનાર પર્વતને શિવાલય સાથે સરખાવીને જણાવ્યુ હતુ કે, ગિરનાર તિર્થક્ષેત્ર એ તો તપોભુમિ છે. તેની પવિત્રતા સાચવવી એ આપી સૈાની જવાબદારી છે.
ગિરનારને સૌરાષ્ટ્રના ડુંગર પ્રદેશની દક્ષની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. ગિરનારની ટેકરીઓ ૨૪ કીમી. લાંબા અને ૬.૫ કીમી પહોળા વિસ્તારમાં ફેલાયેલી છે. આ ટેકરીઓ ૨૫૦ થી ૬૪૦ મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવે છે. ગોરક્ષનાથનું શિખર સૌથી ઊંચું છે. દાતારનું શિખર ૮૪૭ મીટર ઊંચું છે આ સિવાય અંબાજી, દત્તાત્રેય, કાળકા, જેવા નોંધપાત્ર શિખરો છે.
આ પ્રસંગે નાયબ મેયર ગીરીશભાઇ કોટેચા, અગ્રણી યોગીભાઇ પઢીયાર, ભરતભાઈ કારણે, નાયબ મ્યુનિ. કમીશ્નર ઝાપડા, પાણી પુરવઠા બોર્ડનાં ઈજનેર નાયક, મામલતદાર ત્રિવેદી, ઉષાબ્રેકો કુંપનીમાંથી કુબેરસિંગ બેદી, સવાણી ગ્રુપનાં રાજેશભાઇ દુકાનદાર એસોસિએશનના રમેશભાઇ બાવળીયા સહિત અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button