
ઊંઝા ઉનાવા ખાતે શ્રી સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતી નિમિત્તે રમતોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શ્રી સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ના રોજ શ્રી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઊંઝા તાલુકા ના ઉનાવા ગામે શ્રી મીરાંદાતાર સર્વોદય હાઇસ્કૂલમાં આપણી પરંપરાગત રમતો માં વિધાર્થીઓ ની રૂચિ વધે અને મોબાઈલ થી દુર રહે તેવા ઉદ્દેશ્ય સાથે રમતોત્સવ યોજાયો જેમાં સંગીતખુરશી,લંગડી, સાતોળીયું,રસાખેંચ વગેરે જેવી રમતોનું આયોજન થયું હતું.પુસ્તકપ્રદર્શન શિક્ષક અજયભાઈ અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરેલ હતું.જેમાં ઝોન સંયોજક મયંકભાઇ બારોટ, જીલ્લા સંયોજક જીગરભાઇ પટેલ, તાલુકાના સંયોજક યોગેશભાઈ પટેલ, જીગરભાઈ ઝાલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન પટેલ અને શાળા પરિવાર ના ટ્રસ્ટી પ્રતાપભાઈ ચૌધરી હાજર રહ્યા હતા .તે સાથે રમતોની શરૂઆત પણ કરાવી હતી.તેમજ શાળાના ટ્રષ્ટિ પ્રતાપભાઈએ આવનાર તમામ મેહમાનનું સ્વાગત કર્યું હતું.શાળાના જ્ઞાન સહાયક શિક્ષક અશોકભાઈ જોષીએ વિવેકાનંદજીના જીવનચરિત્રનું બૌધિક આપ્યું હતું.આચાર્યશ્રી દ્વારા આભારવિધિ કરાઈ હતી.શાળાના શિક્ષક સુહાગભાઈ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ આમ સમગ્ર કાર્યક્રમ શાળાપરિવારના શિક્ષકમિત્રો દ્વારા શેરી રમતોનું આયોજન કરી કાર્યક્રમ સફળ બનાવાયો હતો.