સુરેન્દ્રનગર જિલ્લામાં સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા’ અન્વયે બે દિવસીય નિવાસી તાલીમ વઢવાણ ખાતે યોજાઈ.
તમામ તાલીમાર્થીઓને ફાયર સેફ્ટી અંગે પણ માર્ગદર્શન અપાયું.

તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
તમામ તાલીમાર્થીઓને ફાયર સેફ્ટી અંગે પણ માર્ગદર્શન અપાયું.
સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર અને બી.આર.સી. ભવન વઢવાણ દ્વારા જિલ્લાના તમામ સી.આર.સી. કોઓર્ડીનેટર માટે ‘સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા’ વિષય પર બે દિવસીય નિવાસી તાલીમ સ્વામિનારાયણ ગુરૂકુળ, માળોદ રોડ ખાતે યોજાઈ હતી આ તાલીમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી શિલ્પાબેન પટેલ દ્વારા સક્ષમશાળા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર રવિભાઈ કારીયા, ટીચર ટ્રેનીંગ ઓફિસર દિનેશભાઈ સોલંકી, સુરેન્દ્રનગર ફાયર ઓફિસર જયભાઈ પટેલ તેમજ જિલ્લાના તમામ બી.આર.સી. દ્વારા માસ્ટર તરીકે તાલીમ આપવામાં આવી હતી આ ઉપરાંત તાલીમની સાથે સાથે તમામ તાલીમાર્થીઓને ફાયર સેફ્ટી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમને સફળ બનાવવા નરેશભાઈ બદ્રેશિયા બી.આર.સી. કો-ઓર્ડીનેટર વઢવાણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, સમગ્ર શિક્ષા કાર્યક્રમ શાળાઓમાં ઉત્તમ અને સર્વગ્રાહી શિક્ષણ પૂરું પાડવા માટે સતત કાર્યરત છે જેને વધુ પ્રભાવશાળી અને જવાબદાર બનાવવા માટે સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા સક્ષમ શાળા કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે સ્વચ્છતા, હરિયાળી, સુરક્ષા અને સમાવેશ જેવા ચાર મુખ્ય ઘટકોને ધ્યાનમાં રાખીને શાળામાં સ્થિતિ સ્થાપકતાનું નિર્માણ કરવા અને ઇકોસિસ્ટમ પ્રત્યેની જવાબદારીથી શાળાઓને અવગત કરાવી બાળકોને સ્વચ્છ, સ્વસ્થ અને સલામત વાતાવરણ પૂરું પાડવા માટે યુનિસેફના સહયોગથી સક્ષમ શાળા- એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.