BANASKANTHAGUJARATPALANPUR

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર માં બે દિવસીય હેન્ડ એબ્રોડરી અંગે વર્કશોપ યોજાયો 

8 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે કાર્યરત વુમન ડેવલપમેન્ટ સેલ અંતર્ગત વર્લ્ડ એમ્બરોઇડરી ડે ને અનુલક્ષીને તા.4 અને તા 5 ઓગસ્ટ 23 ના રોજ હેન્ડ એમ્બરોઇડરી ની બે દિવસીય વર્કશોપની આયોજન કરેલ હતું. જેમાં ડો.એસ.આઈ.ગટિયાલા અને ડો. અમી આર. પટેલ એ એક્સપર્ટ તરીકે કોલેજની વિદ્યાર્થીનીઓ અને મહિલા અધ્યાપિકાઓ ને અલગ અલગ એમ્બ્રોઇડરી સ્ટીચ પ્રાયોગિક રીતે શીખવ્યા હતા. જેમાં સ્ટેમ સ્ટીચ, રનીંગ સ્ટીચ, નોડ સ્ટીચ, ચેઇનસ્ટીચ, લેઝી ડેઝી સ્ટીચ વગેરે જેવા 15 સ્ટીચીસ વિશે પ્રાયોગિક માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. યોગેશ ડબગર એ હાજરી આપી આવા કાર્યક્રમમાં વધુ ને વધુ ભાગ લેવા માટે સર્વને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં કોલેજના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓ પૂજા મેસુરાણી, ડો. અંકિતા ચૌધરી, હેતલ રાઠોડ, સુનિતા થુંબાડીયા વગેરે પણ હાજરી આપી માહિતગાર થયા હતા. કાર્યક્રમને અંતે ડો.શીતલ ચૌધરીએ આભાર વિધિ કરી કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button