
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શ્રી છીટાદરા ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે સાબરડેરીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શ્રી છીટાદરા ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે સાબરડેરીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો જેમાં સાબર ડેરીના ડિરેક્ટર જયંતીભાઈ પટેલ છીટાદરા કેળવણી મંડળના મંત્રી શ્રી સાંજેભાઈ ડામોર નવાગામ રોડ મંડળીના ચેરમેન તથા સભ્યો તેમજ શાળાના આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત પ્રવચન દ્વારા શિક્ષક નરેશભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાબરડેરીના ડિરેકટરનુ મંડળના મંત્રી સાંજાભાઈ ડામોર દ્વારા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય શ્રી જયંતીભાઈ પટેલે વૃક્ષારોપણ અંતર્ગત પ્રાથમિક પ્રવચન કર્યું હતું સાબરડેરીના ડિરેક્ટર જયંતીભાઈ એ વૃક્ષારોપણ કરી સાબરડેરીની પ્રવૃત્તિ તેમજ તેના વિકાસની વાત કરી હતી ત્યાર પછી સૌ સાથે મળીને બાળકો સાથે પણ શાળાના મેદાનમાં 300 જેટલા વૃક્ષો વાવી એક સંકલ્પ કર્યો હતો અને આ બાબતે મહેમાનો તેમજ સ્ટાફ પરિવાર સહાયથી આ તમામ કાર્યક્રમ યોજનામાં આવ્યો હતો અને અંતે શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો









