DANGGUJARAT

ડાંગ જિલ્લાની ગલકુંડ પ્રા.શાળાએ ઝોન કક્ષાનાં વિજ્ઞાન મેળામાં ભાગ લીધો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ધરમપુર સાયન્સ સીટી મુકામે ઝોન કક્ષાનાં વિજ્ઞાન મેળામાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની ગલકુંડ કેન્દ્રની ગલકુંડ પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો.તેમાં કૃષિ વિભાગ-3 માં  પાક સંરક્ષણ યંત્ર કૃતિ મુકવામાં આવી હતી. ગલકુંડ કેન્દ્રના કેન્દ્ર શિક્ષક એવમ ( ગણિત – વિજ્ઞાન) શિક્ષક બિમલભાઈ પટેલ, બાળ વિજ્ઞાનીઓમાં મિતાલીબેન એલ.જાદવ, સમીરભાઈ એસ. પવાર અને એમની ટીમે ઝોન કક્ષાએ ભાગ લઈ મોટી સિધ્ધિ મેળવી છે.જે બદલ ગલકુંડ કેન્દ્રના તમામ શિક્ષકો,એસ.એમ.સી. અને ગ્રામજનો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.આગામી સમયમાં શ્રેષ્ઠ દેખાવ કરે તે માટે આચાર્ય સહિત સમગ્ર શાળા પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે..

[wptube id="1252022"]
Back to top button