DANGGUJARATWAGHAI

વઘઇ પોલીસની ટીમે બે સ્થળોએ રેડ કરી દારૂના જથ્થા સાથે પાંચ ઈસમો ઝડપી પાડી 4.83નો મુદ્દામાલ જપ્ત કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી પાટીલનાં માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.બી.ચૌધરીની ટીમે હોળીનાં પર્વ નિમિત્તે દારૂ બદી નાથવા માટે સઘન ચેકીંગ હાથ ધર્યું હતુ.તે વેળાએ વઘઈ પોલીસ મથકનાં પી.એસ.આઈ પી.બી.ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે વઘઇનાં હનુમાન મંદિર ફળિયામાં રહેતા આબાભાઈ વસંતભાઈ સુર્યવંશીનાં ઘરે લીસ્ટેડ બુટલેગર વિજ્યાબેન બુધ્યાભાઈ પવારે આગામી હોળી તહેવારમાં વેચાણ માટે ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો લાવી છુપાવેલ છે.જે બાતમીનાં આધારે વઘઈ પોલીસ સ્ટાફના માણસોએ હનુમાન મંદિર ફળિયા ખાતે રેડ કરી હતી.ત્યારે તેમના ઘરમાંથી ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે સ્થળ પરથી (1)આબાભાઈ વસતભાઈ સુર્યવંશી (રહે. વઘઈ. હનુમાન ફળિયા તા.વઘઈ જિ.ડાંગ),(2) લીસ્ટેડ બુટલેગર વિજ્યાબેન બુધ્યાભાઈ પવાર (રહે.વઘઈ, સિંગલ ફળિયા તા.વઘઈ જિ.ડાંગ),(3) લીસ્ટેડ બુટલેગર-ગુડ્ડીબેન સંતોષભાઈ ચૌધરી (રહે.વઘઈ, સિંગલ ફળિયા તા.વઘઈ જિ.ડાંગ) અને (4) તમન્નાબેન વસીમભાઈ ઉર્ફે કાલુ યુસુફ નાગાણી (રહે.વઘઈ સિંગલ ફળિયા તા.વઘઈ જિ.ડાંગ) ની અટકાયત કરી હતી.તેમજ સ્થળ પરથી કુલ દારૂનો જથ્થો જેની કિંમત 1,23,245/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર મહેશ ભોયે (રહે.તા. સૂરગાણા જી.નાસિક) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.સાથે બીજી રેડમાં વઘઈ તાલુકાનાં સાકરપાતળ ગામ ખાતેથી ગેરકાયદેસર દારૂનું વેચાણ કરનાર બુટલેગર ઝડપાયો હતો.જેમાં એક વોન્ટેડ જાહેર કરી 3,60,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વઘઈ પોલીસની ટીમે સાકરપાતળ ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરનાર બુટલેગરને ઝડપી પાડ્યો હતો. તેમજ સ્થળ પરથી દારૂ ના જથ્થા સહિત અંદાજે 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.વઘઈ પોલીસ મથકનાં પી.એસ.આઈ સહિત સ્ટાફ દ્વારા બાતમીનાં આધારે સાકરપાતળ ગામ ખાતે રહેતા બીપીન તુકારામ દેશમુખ (ઉ. વ.37)નાં ઘરમાં રેડ કરી હતી.ત્યારે બંધ હાલતમાં પડેલ મકાનમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટ નો ઇંગલિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે બિપિન તુકારામ દેશમુખની અટકાયત કરી હતી. તેમજ સ્થળ પરથી મોબાઈલ તથા કુલ દારૂનો જથ્થો એમ મળી કુલ કિંમત રૂપિયા 3,60,320/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર બાલા ક્રિષ્ના વાઈન શોપ (હથગઢ ગામ તા.સુરગાણા જી.નાશીક મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.હાલમાં વઘઈ પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.બી ચૌધરીએ બન્ને સ્થળોએથી પાંચ લિસ્ટેડ બુટલેગરોની ધરપકડ કરી કુલ 4,83,565નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો નામઠામ વગરનાંને વોન્ટેડ જાહેર કરી આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button