
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સ RAF ની ટીમ અને પોલીસ ધ્વારા ફુટ પેટોલિંગ યોજાઈ.

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકા ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સ RAF ના જવાનો અને ઇસરી પોલીસ કર્મીઓ ધ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ હતી.વિવિધ વિસ્તારોનો ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચિતાર મેળવ્યો હતો.સલામતીના ભાગરૂપે શાંતિ સમિતિની વિશેષ બેઠક પોલીસ સ્ટેશનમાં યોજાઈ હતી.વરીષ્ઠ નાગરિકો, સમાજસેવકો તેમજ સામાન્ય વ્યક્તિઓ સાથે મન મેળાપ અને પરિચય કર્યો હતો.ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવા કવાયત હાથ ધરી હતી.શાંતિ અને સુરક્ષા જાળવવા માટે રેપિડ એક્શન ફોર્સ ધ્વારા કવાયત હાથ ધરાઈ હતી.સલામતીના ભાગરૂપે મેઘરજના ઇસરી તેમજ રેલ્લાંવાડા વિસ્તારમાં R.A.F ના જવાન ધ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ હતી.R.A.F સહાયક કમાન્ડન્ટ કૈલાશ ચંદ, પી.એસ.આઈ કિરણભાઈ દરજી સહીત પોલીસ કર્મીઓ,અને વિવિધ લોકો ફ્લેગમાર્ચ માં જોડાયા હતા










