AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની એલસીબી પોલીસની ટીમે પ્રોહીબિશન ગુનાનો નાસતા ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આહવા પોલીસ મથકનો છેલ્લા એક વર્ષથી પ્રોહીબિશનના ગુન્હાનો નાસતા ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસ મહાનિર્દેશક પ્રેમવીર સિંધ આઇપીએસ તથા ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાનાઓએ હાલમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા ચાલતી હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જિલ્લા તથા જિલ્લા બહારનાં તેમજ રાજ્ય બહારનાં નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડી કાર્યવાહીની સૂચના આપેલ હતી.જે સૂચનાનાં અન્વયે ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન તથા પોલીસ ટીમને તેમની તાબાની હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ સોર્સ મારફતે માહિતી  મળી હતી કે આહવા પોલીસ મથકે પ્રોહીબિશનનાં ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઉમેશ મધુકર ચૌધરી ઉ.24 રે.માપલગાવ,પોસ્ટ સીંદવડ, તા.સાક્રી જી.ધૂળે મહારાષ્ટ્રનાઓ જે પિંપલનેર ખાતે હોવાની બાતમી મળી હતી.જેથી ડાંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમ મહારાષ્ટ્રનાં પીંપલનેર ખાતે પોહચી હતી.અને આ આરોપીનું પગેરું મેળવી પીંપલનેર ખાતેથી અટકાયત કરી  હતી.તેમજ આરોપીની અટકાયત કરીને આ આરોપીને આહવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.હાલમાં વધુ તપાસ આહવા પોલીસની ટીમે હાથ ધરી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button