AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની વઘઇ પોલીસ મથકની શી ટીમે ડાકણ પ્રથાનો ભોગ બનનાર છ વ્યક્તિઓની મુલાકાત લીધી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ

ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લોકો ડાકણ પ્રથા નો ભોગ બન્યા હતા.જે બાદ વઘઈ પોલીસ મથકની શી ટીમ તેમની મદદ એ પહોંચી હતી.અને ડાકણ પ્રથાને નાબૂદ કરતો પ્રોજેક્ટ દેવી  વિશે સમજણ આપી હતી અને તે અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કર્યો હતો. વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાકણ પ્રધાનો ભોગ બનનાર (૧)બાયજીબેન શંકરભાઇ ચૌધરી (રહે.ચીચીનાગાંવઠા),(૨)બનસ્યાભાઇ ભાવુભાઇ નિખાટીયા (રહે,.ચીચીનાગાંવઠા),(૩)પુનમબેન સીતારામભાઇ (રહે. ઢાઢરા ગામ ),(૪)સુશીલાબેન સીતારામભાઇ (રહે.ઢાઢરા ગામ),(૫)સીતાબેન ભોવાનભાઇ પવાર (રહે. ચિકાર ઝાવડા),(૬)રમણભાઈ કાળુભાઇ ચૌધરી (રહે.ચીચીનાગાંવઠા) એમ કુલ છ વ્યક્તિઓની મુલાકાતે શી ટીમ પહોંચી હતી. અને ડાકણ પ્રથા નો ભોગ બનનાર મહિલા/ પુરુષ ને હવે કોઈ તકલીફ છે કે નહીં ? તે અંગેની જાણકારી મેળવવામાં આવી હતી. તેમજ જો કોઈ તકલીફ જણાય તો પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૧૦૦ પર જાણ કરવા માટે સમજ આપવામાં આવી હતી…

[wptube id="1252022"]
Back to top button