BANASKANTHAGUJARATPALANPUR

વડગામ તાલુકાની મેજરપુરા અને વરણાવાડા પ્રાથમિક શાળા સંકુલ ખાતે ધોતા ગામના દાતા દ્વારા સ્વેટર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ

26 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકાના ધોતા ગામ ના વતની એવા શ્રી નટવરભાઈ શિવરામભાઈ પંચાલ દ્વારા મેજરપુરા અને વરણાવાડા બંને ગામ ની પ્રાથમિક શાળા ના તમામ એટલે કે 465 બાળકો ને સ્વેટર આપવામાં આવ્યા. આ તબક્કે બને શાળામાં આજે સ્વેટર વિતરણ કાર્યક્રમ નું આયોજન શાળા દ્વાર યોજવામાં આવ્યું જેમાં શ્રી નટવરભાઈ શિવરામભાઈ પંચાલ તેમના ધર્મ પત્ની ઈશાબેન, તેમના ત્રણ પુત્રો અનુક્રમે રોહિતભાઈ, મહેન્દ્રભાઈ , રજનીકાંતભાઈ તેમની પુત્રવધુઓ અનુક્રમે રંજનબેન, વંદનાબેન અને સોનલબેન તેમજ પૌત્રી જ્યોતિ અને પૌત્રો જીતેન અને ક્રિશિવ આમ પરિવાર ની ત્રણ પેઢી એટલે કે આખો પરિવાર હાજર રહી તેમના વરદ હસ્તે બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા. આ તબક્કે શાળા પરિવારે પણ ભામાશા સમાન દાતા પરિવાર નું બંને શાળા અને બંને ગામ વતી શાલ અને પુષ્પ છડી વડે સન્માન કરી દાતા પરિવાર નો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો.આ અંગે માહિતી આપતાં પ્રવિણભાઇ જોષી એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button