
વિજાપુર સરદાર પબ્લીક સ્કૂલ ખાતે ધોરણ 10 ની વિધાર્થીની ની તબિયત લથડતા સારવાર બાદ પુનઃપરીક્ષા આપી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સરદાર પબ્લિક સ્કૂલ ખાતે એસ એસ સી ની પરીક્ષા આપતા વિધાર્થીની સંજના બેન પ્રજાપતિ ની સામાજીક વિજ્ઞાન ના ચાલુ પેપર દરમ્યાન અચાનક તબિયત બગડતા પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર રહેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાડોલ ના સબસેન્ટર ભાવસોર પેરા મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રાથમિક તપાસ કરી ઓ આર એસ નું દ્રાવણ બનાવી ને આપતા ૨૦ મિનિટ માં તબિયત સારી થતા પરિક્ષાથી પુનઃ પરીક્ષા હોલમાં જઈ ને પરીક્ષા આપી હતી જેના કારણે સંકુલ બહાર ચિંતા કરતા વાલી જનો માં રાહત ઉભી થવા પામી હતી,આ સમય દરમ્યાન શાળાના સંચાલક અને સુપરવાઈઝર સ્ટાફ દ્વારા દરેક પરીક્ષા આપનાર વિદ્યાર્થી કોઈપણ જાતના ટેન્શન વગર નિર્ભય રીતે પરીક્ષા આપે તેવી સૂચનાઓ આપી ગભરાઈ રહેલા પરિક્ષાર્થીઓ માં ઉત્સાહ વધાર્યો હતો શાળામાં શાંતી પૂર્વક પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે તે રીતે આયોજન પણ કરવામાં આવ્યું હતુ પરીક્ષા કેન્દ્ર માં શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય ની ટીમ મૂકવામાં આવતો હોઈ આ એક તંત્ર દ્વારા ઉમદા પગલું વાલીજનો એ ગણાવ્યો હતો,





