શ્રી વિદ્યાનિકેતન ઉચ્ચ માધ્યમિક શાળા ધાણધામાં વિદ્યાર્થી અને વાલી પરિસંવાદ સંમેલન યોજવામાં આવેલ

31 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાની શ્રી વિદ્યાનિકેતન ઉચ્ચ. માધ્યમિક શાળા, ધાણધામાં શ્રી સાર્વજનિક કેળવણી મંડળના નવનિયુક્ત પ્રમુખશ્રી નરસંગભાઈ ભટોળના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.આ પ્રસંગે નવનિયુક્ત મંત્રીશ્રી ફળજીભાઈ ધૂળિયા, માજી મંત્રીશ્રી અમીનખાન ઘાસુરા, માજી પ્રમુખશ્રી દલસંગભાઈ મોર, ટ્રસ્ટીશ્રી ભીખાભાઈ ચૌધરી, વાલીમંડળના પ્રમુખશ્રી ચંદનસિંહ ચાવડા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી એમ. વી. ભટોળે સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. ખૂબ જ જાણીતા અને ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ વિજેતા સાહિત્યકાર તેમજ શાળાના શિક્ષકશ્રી પ્રવીણભાઈ જોષીએ ખૂબ જ સરળ ભાષામાં વાલીઓ સાથે મૌલિક વાર્તાલાપ કર્યો હતો. તેમજ શ્રી રાજુભાઇ પટેલે બાળકોના શૈક્ષણિક વિકાસ અને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરી હતી.વાલીઓએ પણ જાગૃતિ દાખવીને સાવચેતી રાખવા તેમજ બાળકોના હિત માટે કાળજી રાખવાની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી એચ. બી. ડેકલિયાએ કર્યું હતું. સમગ્ર શાળા પરિવારે સુંદર સહયોગ આપ્યો હતો. અંતમાં આભારવિધિ શ્રીમતી એ. કે. પટેલે કરી હતી. અંતમાં નવીન વાલીમંડળની રચના કરીને તેમજ ચા-નાસ્તો કરીને સૌ છુટા પડ્યા હતા.આ અંગે સાહિત્ય કાર પ્રવીણભાઈ જોષીએ જણાવ્યું હતું. 





