લીંબડી તાલુકાના સાયલા, ગોસળ અને સેજકપર ગામ ખાતે યોજાઈ શેરી મીટીંગ
પરિવાર સાથે મતદાન કરવા માટે મહિલાઓને ‘આમંત્રણ પત્રિકા’ થકી અપાયું આમંત્રણ

તા.09/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને સ્વીપ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો જાગૃત થઈને અચૂક મતદાન કરે તે માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ૬૧- લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં પ્રાંત અધિકારી કુલદિપ દેસાઈના માર્ગદર્શન હેઠળ ૫૦% કરતા ઓછું મતદાન હોય અને પુરુષ-મહિલા દ્વારા થયેલા મતદાનમાં ૧૦ ટકા કરતા વધુ તફાવત હોય તેવા ગામોમાં મહત્તમ મતદાન થાય તે માટે TIP – ટર્નઆઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન (ટી.આઈ.પી.) અંતર્ગત ઘનિષ્ઠ રીતે જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અન્વયે લીંબડી તાલુકાના સાયલા, ગોસળ અને સેજકપર ગામ ખાતે શેરી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મહિલાઓ દરેક ક્ષેત્રે પુરુષ સમોવડી બની છે ત્યારે મતદાન કરવામાં પાછળ ન રહી જાય તે માટે ‘ચુનાવ પાઠશાળા કાર્યક્રમ’ અંતર્ગત મહિલાઓ સહ પરિવાર મહત્તમ મતદાન કરે તે માટે મતદાનની મહત્તા સમજાવી મતદાન કરવા માટે ખાસ આમંત્રણ પાઠવતી ‘આમંત્રણ પત્રિકા’ પણ આપવામાં આવી હતી લોકશાહીના આ મહા ઉત્સવમાં ભાગ લઈને અચૂક મતદાન કરવા મહિલાઓને મતદાતા શપથ લેવડાવવામાં આવ્યા હતાં આ તકે સંકલિત બાળ વિકાસ અધિકારી કૈસર એમ.શેખ, આંગણવાડીના બહેનો, સખી મંડળના બહેનો, બુથ લેવલ ઓફિસરો સહીત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.