


સાબરકાંઠા…
ઈડર તાલુકાના કાનપુર ગામના ઇતિહાસ માં પ્રથમ વાર 58 જેટલાં દબાણો દૂર કરાયા…
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર ગામના રહીશ કેશરભાઈ ફલજીભાઈ પટેલ દ્રારા ગામનાં સર્વે નં ૯૭/૯૮ માં દબાણ દુર કરવાની અરજી કરવામાં આવી હતી.. અરજદારની અરજી અનુસંધાને ઈડર મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં કાનપુર ગામમાં ઇન્તિહાસ રચાયો હતો.. ગામના સર્વે નં ૯૭/૯૮ માં આવેલ 58 જેટલાં મકાનોના આસપાસ કરવામાં આવેલ દબાણો પર તંત્રનું બુલ્ડોજર ફર્યું હતું.. ગામમાં મોટાપાયે દબાણો દૂર કરવાનાં હોવાને લઇ ગામ પંચાયત દ્રારા ગામનાં દબાણ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વરચે ગામનાં અરજદારની અરજી અન્વયે 58 જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.. ગામમાં એકસાથે 58 જેટલાં દબાણો દૂર કરાતા દબાણ કર્તાઓમાં ભારે નિરાશા જૉવા મડી હતી જ્યારે પંચાયત વિસ્તારમા એકસાથે 58 જેટલાં દબાણો દૂર કરવામાં આવતા મોટા ભાગના દબાણ કર્તાઓએ તંત્રની રાહ જોયા વિના પોતાનુ દબાણ દુર કર્યુ હતું.. જ્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલ સહારનીય કામગીરી સૌ કોઈએ બિરદાવી હતી.. જૉકે અન્ય આવા કેટલાક દબાણો દૂર કરવામાં આવશે તેણે લઇ પણ ગામમાં કુર્તુહુલ જૉવા મળ્યું હતું…
જયંતિ પરમાર સાબરકાંઠા








