
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ
કચ્છમાં વિધાનસભા મતવિસ્તારમાં બેલેટ પેપરથી મતદાન માટે કુલ ૦૬ ફેસિલિટેશન સેન્ટરની વ્યવસ્થા
માંડવી તા-02 મે : મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત પોલીસ, SRPF, સરકારી કર્મચારીશ્રીઓ અને આવશ્યક સેવાના મતદારો માટે બેલેટ પેપરથી મતદાનની સુવિધા પુરી પાડવામાં આવે છે. ભુજમાં આર.ડી.વરસાણી સ્કૂલ ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના તમામ ૦૬ વિધાનસભા મત વિસ્તારમાં પોલીસ, SRPF, સરકારી કર્મચારીશ્રીઓ અને આવશ્યક સેવાના મતદારો આજ તારીખ ૦૨/૦૫/૨૦૨૪થી તારીખ ૦૪/૦૫/૨૦૨૪ સુધી બેલેટ પેપરના માધ્યમથી મતદાન કરશે. પોસ્ટલ બેલેટથી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ પોલીસ, SRPF, સરકારી કર્મચારીશ્રીઓ અને આવશ્યક સેવાના મતદારોએ નિભાવી હતી. ગેઝેટેડ અધિકારીશ્રીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા સમગ્ર જિલ્લામાં યોજવામાં આવી રહી છે. ભુજ સહિત તમામ ફેસિલિટેશન સેન્ટર ખાતે સવારથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. પોલીસ, SRPF, સરકારી કર્મચારીશ્રીઓ અને આવશ્યક સેવાના મતદારોમાં બેલેટથી મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.










